દેશના અગ્રણી મુસ્લિમ સંગઠન જમિયત ઉલેમા-એ-હિંદે (Jamiat UlemaeHind)શનિવારે કહ્યું કે મુસ્લિમ મહિલાઓ માટે ઇસ્લામિક સિદ્ધાંતો અને શરિયત હેઠળ હિજાબ પહેરવું ફરજિયાત છે અને આવી સ્થિતિમાં તેમને રોકવું એ ભારતીય બંધારણની કલમ 25નું ઉલ્લંઘન છે. મૌલાના અરશદ મદની (Maulana Arshad Madani)ની અધ્યક્ષતામાં જમીયતની કાર્યકારી સમિતિની બેઠકમાં હિજાબ, સામાજિક મુદ્દાઓ, આધુનિક શિક્ષણ, છોકરા-છોકરીઓ માટે શાળા-કોલેજોની સ્થાપના અને સામાજિક સુધારણાની પદ્ધતિઓ અથવા અન્ય કેટલાક વિષયો સાથે જોડાયેલા તાજેતરના વિવાદો અંગે ચર્ચા કરવામાં આવી હતી.
સંગઠન દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર આ બેઠકમાં અરશદ મદનીએ કહ્યું, 'ધર્મના નામે કોઈપણ પ્રકારની હિંસા સ્વીકાર્ય ન હોઈ શકે. ધર્મના નામે નફરત ફેલાવનારાઓનો વિરોધ કરવો જોઈએ. તેમણે કહ્યું, દેશની વર્તમાન સ્થિતિ નિ:સંદેહ નિરાશાજનક છે, પરંતુ આપણે નિરાશ થવાની જરૂર નથી. કારણ કે આ દેશમાં ઘણા ન્યાયપ્રિય લોકો છે જેઓ સાંપ્રદાયિક્તા, ધાર્મિક અતિવાદ, આધુનિક શિક્ષા અને લઘુમતીઓ સાથે થતા અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે.
હિજાબને લગતા વિવાદનો ઉલ્લેખ કરતા મદનીએ કહ્યું, “કેટલાક લોકો ખોટી છાપ ઉભી કરી રહ્યા છે કે ઇસ્લામમાં હિજાબ ફરજિયાત નથી અને કુરાનમાં હિજાબનો કોઈ ઉલ્લેખ નથી. કુરાન અને હદીસમાં હિજાબ અંગે ઇસ્લામિક માર્ગદર્શિકા છે કે શરિયત અનુસાર હિજાબ ફરજિયાત છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, “સંવિધાનની કલમ 25 હેઠળ લઘુમતીઓને તેમની ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર છે. મુસ્લિમ વિદ્યાર્થીનીઓને હિજાબ પહેરવા પર પ્રતિબંધ મૂકવો એ કલમ 25નું ઉલ્લંઘન છે."
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર