Home /News /national-international /દિલ્હીવાસીઓ પ્રદૂષણથી જીવ બચાવવો હોય તો માસ્ક પહેરજો, કેમ કે કેજરીવાલ તો ચૂંટણીમાં વ્યસ્ત છે: મનસુખ માંડવિયા

દિલ્હીવાસીઓ પ્રદૂષણથી જીવ બચાવવો હોય તો માસ્ક પહેરજો, કેમ કે કેજરીવાલ તો ચૂંટણીમાં વ્યસ્ત છે: મનસુખ માંડવિયા

મનસુખ માંડિયા (ફાઈલ ફોટો)

ખતરનાક પ્રદૂષણના સ્તર અને સ્વાસ્થ્ય સંબંધી ચેતવણીઓથી ચિંતિત દિલ્હી સરકારે શુક્રવારે ઘોષણા કરી હતી કે, પ્રાઈમરી સ્કૂલ શનિવારથી બંધ રહેશે અને તેના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે.

    નવી દિલ્હી: કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ અરવિંદ કેજરીવાલ પર પ્રહાર કરતા શુક્રવારે કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે, એટલા માટે દિલ્હીવાસી પોતાને પ્રદૂષણથી બચાવવા માટે માસ્ક પહેરે.

    ખતરનાક પ્રદૂષણના સ્તર અને સ્વાસ્થ્ય સંબંધી ચેતવણીઓથી ચિંતિત દિલ્હી સરકારે શુક્રવારે ઘોષણા કરી હતી કે, પ્રાઈમરી સ્કૂલ શનિવારથી બંધ રહેશે અને તેના 50 ટકા કર્મચારીઓ ઘરેથી કામ કરશે, જ્યારે પ્રાઈવેટ ઓફિસોને પણ તે અનુસાર કામ કરવાની સલાહ આપી છે. દિલ્હીની વાયુ ગુણવત્તા સતત બીજા દિવસે પણ ગંભીર બની રહી હતી.

    આ પણ વાંચો: કેન્દ્રીય કર્મચારીઓએ સતર્ક રહેવાની જરૂર, એકસાથે બે પેનલ્ટી થઈ શકે; પેન્શન અને ગ્રેચ્યુઇટી ગુમાવે તેવી શક્યતા

    માંડવિયાએ હિન્દીમાં કરેલા એક ટ્વિટમાં કહ્યું કે, દિલ્હીના લોકોને માસ્ક પહેરવા અને વાયુ પ્રદૂષણથી પોતાની જાતને બચાવવા માટે સચેત કર્યા છે, કારણ કે કેજરીવાલજી ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં મફતની રેવડીની વાત કરવા અને દિલ્હીના ટેક્સપેયર્સના કરોડો રૂપિયા ખર્ચ કરીને જાહેરાતો આપવામાં વ્યસ્ત છે.

    વાયુ પ્રદૂષણ બન્યું દિલ્હી-એનસીઆર માટે મુસીબત


    આપને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા બનીને ઊભું છે. દિલ્હીમાં ધુમાડાના મોટા પડ દેખાઈ રહ્યા છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ માટે અનુકૂળ મૌસમી દિશા રહેવા અને પંજાબમાં પરાલી સળગાવવાની ઘટનાના કારણે સાંજે ચાર કલાકે એક્યૂઆઈ 447 નોંધાયું હતું. ફેફડાને નુકસાન પહોંચાડનારા પીએમ 2.5 નું સકેન્દ્રણ કેટલાય વિસ્તારોમાં 470 માઈક્રોગ્રામ પ્રતિ ઘન મીટરથી વધારે હતું. જે 60 માઈક્રોગ્રામની સુરક્ષિત સરહદની નજીક આઠ ગણુ વધારે છે.
    Published by:Pravin Makwana
    First published:

    Tags: Aarvind kejriwal, Mansukh Mandviya

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन