Home /News /national-international /

શું વર્ગખંડમાં હિજાબ પહેરી શકાય? જાણો કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં શું જવાબ આપ્યો?

શું વર્ગખંડમાં હિજાબ પહેરી શકાય? જાણો કર્ણાટક સરકારે હાઈકોર્ટમાં શું જવાબ આપ્યો?

હિજાબનો વિવાદ અટકતો જણાતો નથી. (ફાઇલ ફોટો)

Hijab Row In Karnataka:હિજાબ કેસ (Hijab Row) પર ટિપ્પણી કરતા કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) કહ્યું કે તે આ સપ્તાહ સુધીમાં આ મામલાને ઉકેલવા માંગે છે

    હિજાબ કેસ (Hijab Row) પર ટિપ્પણી કરતા કર્ણાટક હાઈકોર્ટે (Karnataka High Court) કહ્યું કે તે આ સપ્તાહ સુધીમાં આ મામલાને ઉકેલવા માંગે છે અને આ માટે કોર્ટે તમામ પક્ષકારોનો સહયોગ માંગ્યો છે. મંગળવારે થયેલી સુનાવણીમાં અરજદાર યુવતીઓના વકીલે હાઈકોર્ટને વિનંતી કરી હતી કે તે મુસ્લિમ વિદ્યાર્થિની (Muslim Students)ઓ જે હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજમાં જવા માંગે છે તેમને થોડી છૂટછાટ આપવામાં આવે.

    ત્યાં જ એડવોકેટ જનરલ પ્રભુલિંગ નવદગીએ કોર્ટને કહ્યું કે શાળા પરિસરમાં હિજાબ પહેરવા પર કોઈ પ્રતિબંધ નથી. તેમણે કહ્યું કે હિજાબ પહેરવા પર માત્ર ક્લાસરૂમમાં જ પ્રતિબંધ છે અને આ નિયમ દરેક ધર્મને સમાન રીતે લાગુ પડે છે.

    તેમણે કહ્યું કે કલમ 19ના અધિકાર તરીકે હિજાબ પહેરવાના અધિકારને કલમ 19(2) હેઠળ પ્રતિબંધિત કરી શકાય છે. આ કિસ્સામાં નિયમ 11 સંસ્થાઓમાં એક વ્યાજબી પ્રતિબંધ લાદે છે અને તે સંસ્થાકીય શિસ્ત હેઠળ આવે છે.

    આ પણ વાંચો- Hijab Controversy: સુરતમાં હિજાબ વિવાદ, VHPના ઉપાધ્યક્ષે કહ્યુ-ગુજરાતને શાહિન બાગ બનાવવાનું ષડયંત્ર

    એડવોકેટ જનરલે કહ્યું કે તમામ નાગરિકોને તેઓ જે ઈચ્છે તે પહેરવાની સ્વતંત્રતા ધરાવે છે. પરંતુ અરજદારનો સમગ્ર દાવો હિજાબને ફરજિયાત બનાવવાનો છે, જે બંધારણના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. તેને ફરજિયાત બનાવી શકાય નહીં, તે સંબંધિત મહિલાઓની પસંદગી પર છોડવું જોઈએ.

    આ પણ વાંચો- પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન શા માટે પીએમ નરેન્દ્ર મોદી સાથે ટીવી ડિબેટ કરવા માંગે છે?

    જણાવી દઈએ કે અરજદારોએ શાળા અને કોલેજમાં હિજાબની પરવાનગીને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. ચીફ જસ્ટિસ રિતુ રાજ અવસ્થી, જસ્ટિસ જેએમ ખાજી અને જસ્ટિસ ક્રિષ્ના એમ દીક્ષિતની ફુલ બેંચ ક્લાસની અંદર હિજાબ પહેરવાની પરવાનગી માંગતી છોકરીઓની અરજીઓ પર સુનાવણી કરી રહી છે. ચીફ જસ્ટિસે કહ્યું, 'અમે આ અઠવાડિયે આ મામલાને ખતમ કરવા માંગીએ છીએ. આ અઠવાડિયાના અંત સુધીમાં આ મામલાને સમાપ્ત કરવાના તમામ પ્રયાસો કરો.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Hijab row, Karnataka high court, કર્ણાટક

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन