Home /News /national-international /ANALYSIS: શું નબળી CBIનો ફાયદો ઉઠાવી 2019માં પડકાર બનશે મહાગઠબંધન?

ANALYSIS: શું નબળી CBIનો ફાયદો ઉઠાવી 2019માં પડકાર બનશે મહાગઠબંધન?

પ્રતિકાત્મક તસવીર

સીબીઆઈની વર્તમાન પરિસ્થિતિ જોતા ઉત્તર પ્રદેશમાં ફરી એસપી-બીએસપી ગઠબંધનની સંભાવના વધી ગઈ છે

  CBIનો રાજનીતિમાં ઉપયોગ કરવાનો આરોપ નવો નથી. સુપ્રિમ કોર્ટ પણ CBIને પાંજરાનો પોપટ કહી ચુકી છે. પરંતુ જે રીતે આ સર્વોચ્ચ એજન્સીમાં ધમાસાણ ચાલી રહી છે, તેનો ફાયદો ઉઠાવવામાં રાજનૈતિક દળો લાગી ગયા છે. સમીકરણોની રાજનીતિના ખેલાડી માનવામાં આવતા શરદ પવાર અને ચંદ્રબાબૂ નાયડૂ આ મોકો જોઈ મહાગઠબંધનની ભૂમિકા તૈયાર કરવામાં લાગ્યા છે. એટલે કે કહી શકાય કે, જ્યારે તમે પોતાના ઘરમાં નબળા હોવ, તો બહારના લોકોને મોકો મળી જાય છે અને આ મોકો ગઠબંધનની ઈચ્છા રાખતા કેટલાએ નેતાઓને મળી ચિક્યો છે.

  સીબીઆઈ અને મહાગઠબંધનના ગણિતને સમજવા માટે આપણે એવા નેતાઓનું લિસ્ટ જોવું પડશે, જેમને સીબીઆઈનો ડર ક્યારેક સતાવતો રહ્યો છે. આમાં સૌથી પહેલું નામ આવે છે બીએસપી સુપ્રિમો માયાવતી અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવનું. લાલૂથી લઈ મમતા અને નાયડૂ સહિતના સ્થાનિક દળના નેતાઓને સીબીઆઈનો ડર સતાવતો રહ્યો છે.

  એવામાં સીબીઆઈની અંદર મચેલા ધમાસાણથી એક વાત સ્પષ્ટ થાય છે કે, કેન્દ્ર સરકારનું સીબીઆઈ પર નિયંત્રણ નબળું થઈ ગયું છે. મતલબ સ્પષ્ટ છે કે, હવે સીબીઆઈના બહાને નેતાઓને ડરાવવા કે ધમકાવી નહી શકાય. લગભગ થોડા સમય સુધી તો આવી જ સ્થિતિ રહેશે, કારણ કે, સીબીઆઈને ઘરનો ઝગડો સમેટવામાંથી જ નવરાશ નથી અને સરકારના હાથ પણ ખરાબ રીતે દાઝેલા છે.

  ચંદ્રબાબૂ અને શરદ પવાર મહાગઠબંધનના એવા ચહેરા છે, જે ત્રિશંકુ લોકસભા હોવાની સ્થિતિમાં પોતાની જાતને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર સમજવા માટે પણ તૈયાર છે, અને કદાચ આજ કારણ છે કે જે મહાગઠબંધનની કોશિસ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કરવી જોઈએ તે કોશિસ આ બે નેતા કરી રહ્યા છે.

  યૂપી વિધાનસભા ચૂંટણીના પરિણામ બાદ અખિલેશ સાથે જવાની કસમ ખાનાર માયાવતીનો મિજાજ પણ બદલાઈ રહ્યો છે. તેમણે માત્ર ફઈ જેવા સંબંધ જોડવા પર આપત્તિ દર્શાવી હતી, પરંતુ એ પણ કહ્યું હતું કે, સીટોને લઈ કોઈ સમજૂતી નહી કરે. આને સીબીઆઈ જેવી એજન્સિઓના દબાણનું પરિણામ પણ માનવામાં આવી રહ્યું હતું.

  પરંતુ સીબીઆઈની વર્તમાન પરિસ્થિતિ જોતા ઉત્તર પ્રદેશમાં ફરી એસપી-બીએસપી ગઠબંધનની સંભાવના વધી ગઈ છે. ગઠબંધનની વાત આગળ વધારવા માટે ચંદ્રબાબૂ નાયડૂએ 27 ઓક્ટોબરે દિલ્હીમાં બીએસપી પ્રમુખ માયાવતી, નેશનલ કોંન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લા અને બીજેપીના પૂર્વ નેશા યશવંત સિંહ સાથે પણ મુલાકાત કરી હતી. અખિલેશ તો પહેલાથી જ નાયડૂના નજીકના મિત્ર માનવામાં આવે છે.

  સ્પષ્ટ છે કે, સીબીઆઈના અંદરના ધમાસાણમાં આ નેતાઓને માયાવતી અને અખિલેશને સાથે આવવાનો મોકો આપી દીધો છે. પરંતુ જે રીતે માયાવતી વારંવાર પ્રધાનમંત્રી પદનો ઉમેદવાર જાહેર કરવાની અને રાજ્યમાં વધારેમાં વધારે બેઠક માંગી રહી છે, તે જોતા મહાગઠબંધનની રાહ સરળ પણ નથી લાગી રહી.
  Published by:kiran mehta
  First published:

  Tags: 2019 lok sabha election, Giving, Lok sabha election 2019, Mahagathbandhan, સીબીઆઇ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन