Home /News /national-international /CM પુષ્કર સિંહ ધામીએ News18ના મંચ પર કહ્યું- "ધર્માંતરણ માટે સૌથી કડક કાયદો લાવીશું"
CM પુષ્કર સિંહ ધામીએ News18ના મંચ પર કહ્યું- "ધર્માંતરણ માટે સૌથી કડક કાયદો લાવીશું"
ધર્માંતરણને લઈને CM ધામીનું મોટું નિવેદન
મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ધર્માંતરણ થઈ રહ્યું છે, કોઈ પણ સંજોગોમાં બળજબરીથી ધર્માંતરણ ખોટું છે. અમે ધર્માંતરણ માટે સૌથી કડક કાયદો બનાવીશું.
દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂનમાં News18 દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી વિકાસના રોડ મેપ વિશે માહિતી આપી હતી. જણાવી દઈએ કે, ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ધર્માંતરણને લઈને એક મહત્વનું નિવેદન આપ્યું હતું. કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે, ઉત્તરાખંડમાં અમે ધર્માંતરણ માટે સૌથી કડક કાયદો બનાવીશું.
બળજબરીથી ધર્માંતરણ કોઈ પણ સંજોગોમાં ખોટું: ધામી
News18ના કાર્યક્રમ રાઈઝિંગ ઉત્તરાખંડમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું કે, તુષ્ટિકરણનું કોઈ કામ થયું નથી. આ સાથે તેમણે કહ્યું કે, ઉત્તરાખંડમાં ઘણી જગ્યાએ ધર્માંતરણ થઈ રહ્યું છે, કોઈ પણ સંજોગોમાં બળજબરીથી ધર્માંતરણ ખોટું છે. અમે ધર્માંતરણ માટે સૌથી કડક કાયદો બનાવીશું. આ ઉપરાંત તેમણે વિપક્ષ સામે પ્રહારો કરતા નિવેદન આપ્યું કે, જેઓ કામ નથી કરતા તેઓ આરોપો લગાવે છે. હલ્દવાનીનો મામલો હાઈકોર્ટનો છે. રેલવેએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી.
પુષ્કર સિંહ ધામીએ પણ જોશીમઠ સંકટ વિશે વાત કરતા કહ્યું કે, જોશીમઠ દુર્ઘટનાથી લગભગ 900 લોકો પ્રભાવિત થયા છે. તેમણે કહ્યું કે, અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઘરની બહાર નીકળવું કોઈના માટે આસાન નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર પુનર્વસન માટે સાથે મળીને કામ કરી રહી છે. જોશીમઠનું મહત્વ પૌરાણિક છે, તે શંકરાચાર્યનું નિવાસસ્થાન છે અને સરકાર તેના માટે ગંભીર છે.
બધા માટે સમાન કાયદો
આ કાર્યક્રમ દરમિયાન ધામીએ યુનિફોર્મ સિવિલ કોડ વિશે કહ્યું કે, યુસીસી અમારું તુષ્ટિકરણ નથી. UCC મતની રાજનીતિ નથી. બધા માટે સમાન કાયદો હોવો જોઈએ. જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં કોંગ્રેસ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવત સહિત રાજકારણ, કલા અને સાહિત્યથી લઈને બિઝનેસ અને ફિલ્મ-એન્ટરટેઈનમેન્ટ જગતની હસ્તીઓએ પણ ભાગ લીધો હતો. રાઇઝિંગ ઉત્તરાખંડના આ ભવ્ય મંચ પર પ્રતિષ્ઠિત મહેમાનોને દરેક પ્રશ્ન પૂછવામાં આવી રહ્યા હતા, જે પર્વતોના લોકોના દિલોદિમાગમાં છે.
Published by:Samrat Bauddh
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર