મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, 'રાજ્યમાં ખીચડી સરકાર ન જોઈએ'

News18 Gujarati
Updated: November 23, 2019, 9:01 AM IST
મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ, 'રાજ્યમાં ખીચડી સરકાર ન જોઈએ'
રાજ્યપાલ સાથે ફડણવીસ (ફાઇલ તસવીર)

સતત બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાને ખીચડી સરકાર મંજૂર નથી.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : મહારાષ્ટ્રમાં બીજેપીએ પોતાની સરકાર બનાવી લીધી છે. શુક્રવાર રાત સુધી મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેના, કૉંગ્રેસ અને એનસીપી વચ્ચે વાતચીત ચાલી રહી હતી. જોકે, શરદ પવાર હંમેશા અંતિમ ઘડીએ કંઈક નવું કરવા માટે જાણીતા છે તે રીતે તેણે અંતિમ સમયે ગુલાટ મારીને ભાજપને સમર્થન આપ્યું છે. એટલું જ નહીં મહારાષ્ટ્ર સરકારમાં એનસીપીને નાયબ મુખ્યમંત્રીનું પદ પણ મળ્યું છે. એનસીપીના અજીત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. સતત બીજી વખત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રની જનતાને ખીચડી સરકાર મંજૂર નથી.

મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર જોઈએ : ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યુ કે, "અમને સરકાર બનાવવાનો જનાદેશ મળ્યો હતો પરંતુ શિવસેનાએ બીજી રાજકીય પાર્ટીઓ સાથે ગઠબંધનનો પ્રયાસ કર્યો હતો. જેનું પરિણામ એવું આવ્યું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પડ્યું હતું. મહારાષ્ટ્રની સરકારને સ્થિર સરકાર જોઈએ છે, ખીચડી સરકાર નહીં. શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. એનસીપી અમારી સાથે આવી તેના માટે આભાર. અમે સાથે મળીને મહારાષ્ટ્રમાં સ્થિર સરકાર આપીશું."

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સૌથી મોટો રાજકીય ઉલટફેર : દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ-મુખ્યમંત્રી

પીએમ મોદીનું ટ્વિટ

મહારાષ્ટ્રમાં સરકાર બનાવ્યા બાદ પીએમ મોદીએ ટ્વિટ કરીને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારને અભિનંદન પાઠવ્યા હતા. મોદીએ ટ્વિટ કરીને લખ્યું કે, "@Dev_Fadnavis અને @AjitPawarSpeaksને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેવા બદલ અભિનંદન. હું ખૂબ આશાવાદી છું કે બંને સાથે મળીને મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરશે."ગૃહમંત્રી અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારને અભિનંદન પાઠવ્યા.

First published: November 23, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading