'અમને પણ મોકો મળવો જોઈએ,' PM પદના નિવેદન પરથી આઝાદે મારી પલટી

"જો પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો સૌથી મોટી રાજકીય પાર્ટીને મોકો મળવો જોઈએ."

News18 Gujarati
Updated: May 17, 2019, 12:10 PM IST
'અમને પણ મોકો મળવો જોઈએ,' PM પદના નિવેદન પરથી આઝાદે મારી પલટી
ગુલામ નબી આઝાદ
News18 Gujarati
Updated: May 17, 2019, 12:10 PM IST
નવી દિલ્હી : લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા બાદ વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે આપવામાં આવેલા નિવેદન પરથી કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે પલટી મારી છે. ગુલામ નબી આઝાદે કહ્યું હતું કે જો સંયુક્ત વિપક્ષ વડાપ્રધાન પદ માટે આમંત્રણ નહીં આપે તો પણ પાર્ટી તેને મુદ્દો નહીં બનાવે, તેમનું એકમાત્ર લક્ષ્ય NDAને સત્તા પરથી હટાવવાનું છે.

જોકે, શુક્રવારે આઝાદ પોતાના નિવેદન પરથી પલટી ગયા હતા. સમાચાર એજન્સી ANI સાથે વાતચીત કરતા આઝાદે કહ્યુ, "ના, એ સત્ય નથી કે કોંગ્રેસ પાર્ટીને વડાપ્રધાન પદમાં કોઈ રસ નથી. એવું પણ નથી કે કોંગ્રેસ આ પદ માટે દાવો નહીં કરે. અમે સૌથી જૂની અને મોટી પાર્ટી છીએ. જો પાંચ વર્ષ સુધી સરકાર ચલાવવી હોય તો સૌથી મોટી રાજકીય પાર્ટીને મોકો મળવો જોઈએ."

આ પહેલા ગુરુવારે બિહારની રાજધાની પટનામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આઝાદે કહ્યુ હતું કે, 'લોકસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા પહેલા વડાપ્રધાન પદ પર એકમતનું સ્વાગત કરવામાં આવશે. પરંતુ વડાપ્રધાન પદની ઓફર નહીં કરવાને લઈને પાર્ટી તેને મુદ્દો નહીં બનાવે.'

આ પણ વાંચો : માયાવતીનો દાવો- PM પદ માટે હું સૌથી યોગ્ય દાવેદાર

વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદે કહ્યુ હતુ કે કોંગ્રેસનો એકમાત્ર ઉદેશ્ય છે કે NDAને સત્તામાંથી બહાર કરવી. તેમણે કહ્યુ, "અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. દેશભરમાં ચૂંટણી પ્રચારના મારા અનુભવોને આધારે હું કહી શકું છું કે ભાજપા કે એનડીએ સત્તામાં નહીં આવે. નરેન્દ્ર મોદી પણ બીજી વખત વડાપ્રધાન નહીં બને. લોકસભાની ચૂંટણી પછી કેન્દ્રમાં NDA કે ભાજપા વગરની સરકાર બનશે."

આઝાદે વધુમાં કહ્યુ હતુ કે, 2014માં સત્તામાં આવ્યા બાદ બીજેપીનો પર્દાફાશ થયો છે, કારણ કે તેણે સમાજમાં ધૃણા ફેલાવવાનું અને ભાગના પાડવાની નીતિ પર કામ કર્યું છે.
First published: May 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...