Home /News /national-international /

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' માટે માફી માંગી

સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ રાહુલ ગાંધીએ 'ચોકીદાર ચોર હૈ' માટે માફી માંગી

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

    રાફેલ ડીલ સાથે જોડાયેલા સુપ્રીમ કોર્ટાન એક ચુકાદા પર રાહુલ ગાંધીની ટિપ્પણીને લઈને સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી છે. કોર્ટે રાહુલને સવાલ કર્યો કે અમે ક્યારેય નથી કહ્યું કે 'ચોકીદાર ચોર હૈ', આપે અમારા નામનો કેવી રીતે ઉપયોગ કર્યો? ત્યારબાદ રાહુલે આ મામલામાં સુપ્રીમ કોર્ટની માફી માંગી લીધી છે. હવે સોમવારે રાહુલ તરફથી નવા એફિડેવિટ દાખલ કરવામાં આવશે.

    રાહુલ તરફથી વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, મેં ત્રણ ભૂલ કરી હતી અને હું તેના માટે માફી માંગું છું. સુપ્રીમ કોર્ટના હવાલાથી મેં જે કહ્યું તે તમામ ખોટું હતું. જોકે, સિંઘવીની દલિલથી કોર્ટ સંતુષ્ટ ન થઈ અને કોર્ટે પૂછ્યું કે આપની આ માફી એફિડેવિટથી કેમ જાહેર નથી થઈ રહી. ત્યારબાદ સિંઘવીએ કહ્યું કે અમે એક નવી એફિડેવિટ ફાઇલ કરવા માંગતા હતા. કોર્ટે તેની પર સહમતિ આપી દીધી છે અને હવે સોમવારે રાહુલ તરફથી નવી એફિડેવિટ દાખલ કરવામાં આવશે.

    બીજેપી નેતા મીનાક્ષી લેખીએ આ સંબંધમાં રાહુલ ગાંધીની વિરુદ્ધ અનાદર પિટિશન દાખલ કરી હતી. આ પિટિશન પર સુનાવણી કરતાં કોર્ટે સ્પષ્ટ કહ્યું કે અમે ક્યારેય નથી કહ્યું ચોકીદાર ચોર હૈ.

    આ પણ વાંચો, PM મોદીની ઉમેદવારી રદ કરો : ટીએમસી ફરિયાદ લઈને ચૂંટણીપંચ પાસે પહોંચ્યું

    સુપ્રીમ કોર્ટની બેન્ચે રાહુલને કહ્યું કે તમે અમને કડક પગલાં લેવા માટે મજબૂર કરી રહ્યા છો, અમે અત્યારે આનાથી વિશેષ કંઈ કહેવા માંગતા નથી. ત્યારબાદ રાહુલના વકીલ અને સિનિયર કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે અમે આ મામલામાં ખેદ વ્યક્ત કરી ચૂક્યા છીએ. તેની પર કોર્ટે વધુ કડકાઈ વર્તી અને પૂછ્યું કે આપના જવાબમાં તે 'ખેદ' અમને કેમ નજર નથી આવી રહ્યો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Chowkidar Chor Hai, Lok sabha election 2019, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन