'અમને પરિવારના સાથની જરૂર છે' : કોવિડ 19ના દર્દીઓની સારવાર કરી રહેલી ડૉક્ટર ભાવુક થઈ

'અમને પરિવારના સાથની જરૂર છે' : કોવિડ 19ના દર્દીઓની સારવાર કરી રહેલી ડૉક્ટર ભાવુક થઈ
AIIMS ડૉક્ટર

કોરોના વાયરસની સારવાર દરમિયાન કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે મુદ્દે વાત કરતા તબીબ ભાવુક થઈ ગઈ હતી.

 • Share this:
  નવી દિલ્હી : હાલ વિશ્વ આખું કોરોના વાયરસ (Coronavirus Pandemic)ની મહામારી સામે લડી રહ્યું છે. આ દરમિયાન સૌથી વધારે જોખમ ડૉક્ટરો (Doctor) અને સ્વાસ્થ્ય કર્મી (Healthcare Staff)ઓ ઉઠાવી રહ્યા છે. અનેક મોટી હૉસ્પિટલોમાં કોરોના પોઝિટિવ દર્દી (Corona Positive Patient)ઓની સારવાર લઈ રહેલો સ્ટાફ ઘરે પણ નથી જઈ શકતો. આ દરમિયાન દિલ્હીના AIIMSના કોવિડ 19 વોર્ડ ખાતે ફરજ બજાવી રહેલી એક મહિલા તબીબ મીડિયા સાથે વાત કરતાં કરતાં ભાવુક (Emotional) થઈ ગઈ હતી. કોરોના વાયરસની સારવાર દરમિયાન કેવી કેવી મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે મુદ્દે વાત કરતા તબીબ ભાવુક થઈ ગઈ હતી.

  મિસ અંબિકાએ ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, "દિવસેને દિવસે કોરોના વાયરસના કેસ વધી રહ્યા હોવાથી આપણા તમામ માટે આ પડકારભર્યો સમય છે. આવી પરિસ્થિતિમાં આપણે બધાને આપણા પરિવારનો સાથ મળે તે અનિવાર્ય છે."  આ પણ વાંચો : Corona: ટ્રમ્પની ચેતવણી બાદ ભારતે આપી મંજૂરી, અમેરિકા મોકલાશે આ જરૂરી દવાઓ

  ડૉક્ટર અંબિકાએ વધુમાં જણાવ્યું હતું કે, "જ્યારે આપણા પરિવારમાંથી કોઈ વ્યક્તિ બીમાર થાય છે અને આપણે તેને સાજી નથી કરી શકતા ત્યારે આ વાતનો વસવસો આખી જિંદગી રહે છે."

  ડૉક્ટરે કહ્યું કે અમે અહીં લોકોની સેવા માટે ફરજ બજાવી રહ્યા છીએ. આ દરમિયાન અમારા પરિવારનો પૂરતો સાથ અને સહકાર જરૂરી છે. "અહીં હૉસ્પિટલમાં અમને તમામ લોકો સાથ આપે છે. સાથી કર્મીઓ, મિત્રો, સ્ટાફ તમામ સહકાર આપે છે પરંતુ આ બધાની વચ્ચે પણ અમને પરિવારનો સાથ મળે તે ખાસ જરૂરી છે."

  એઇમ્સ ખાતે કૉવિડ 19માં ફરજ બજાવી રહેલી ડૉક્ટર આટલી વાત કહેતાં કહેતાં રડી પડી હતી. નોંધનીય છે કે દિલ્હીમાં આઠ જેટલા ડૉક્ટરો પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. AIIMSના ફિજિયોથેરપી વિભાગમાં ફરજ બજાવતા સીનિયર ડૉક્ટરનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જે બાદમાં તેની પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ દરમિયાન ડૉક્ટરની કોરોના પોઝિટિવ પત્નીએ એક તંદુરસ્ત બાળકને જન્મ આપ્યો છે.
  Published by:News18 Gujarati
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ