Home /News /national-international /"અમારે એવો ચોકીદાર જોઈએ, જે દેશ માટે કામ કરે"

"અમારે એવો ચોકીદાર જોઈએ, જે દેશ માટે કામ કરે"

મમતા બેનર્જી

અમારે એવો ચોકીદાર જોઈએ છે જેને અમે માન-સન્માન આપી શકીયે અને જે સંપૂર્ણ રીતે પ્રામાણિક હોય.

    ન્યૂઝ18 ગુજરાતી : અમારે એવો ચોકીદાર જોઈએ છે જે દેશ માટે કામ કરે. અમારે એવો ચોકીદાર જોઈએ છે જેને અમે માન-સન્માન આપી શકીયે અને જે સંપૂર્ણ રીતે પ્રામાણિક હોય. આ તમામ વાતો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ નેટવર્ક18ના એડિટર-ઈન-ચીફ રાહુલ જોશી સાથેના એક સાક્ષાત્કારમાં કરી હતી

    આ ઇન્ટરવ્યૂ દરમિયાન મમતા બેનરજીને 'મહાગઠબંધન' થવામાં વાર કેમ લાગી તેવું પૂછ્યું તો તેમણે જણાવ્યું કે, દેશની સ્થિતિ હંમેશા બદલાતી રહી છે. દેશને એક મજબૂત સરકાર જોઈએ. આ માટે તમામ પક્ષોએ સાથે આવવું જરૂરી છે. આ કાર્ય ઇન્દિરા ગાંધીએ જયપ્રકાશ નારાયણે કર્યું હતું. ઇન્દિરા ગાંધીને હરાવવા માટે તમામ પક્ષો સાથે આવ્યા હતા. મમતા બેનરજીએ કહ્યું કે ઈન્દિરાજી એક સશક્ત નેતા હતા તેમ છતાં લોકોએ તેમને સત્તાથી દૂર કર્યા. તે સમયે સંદેશ બહુ સ્પષ્ટ હતો અને અત્યારે પણ સંદેશ એકદમ સાફ છે.

    પીએમ મોદી ઉપર પ્રહાર :
    આ દરમિયાન મમતા બેનરજીએ પીએમ મોદી ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, હવે નરેન્દ્ર મોદી જે કઈ કરી રહ્યા છે, તે અંગે પ્રજાને જાણકારી છે. 'ચોકીદાર' શબ્દ આજે સૌની જીભે ચઢી ગયો છે. આ પહેલા તેમણે 'સ્વયં' ને "ચા વાળો" કહ્યો અને હવે "ચોકીદાર" કહે છે. મોદીએ તેમની "ચાવાળાની" પીચ શા માટે બદલી ? મમતાએ રમૂજમાં કહ્યું કે, એક જ ચા ને બે વખત કઈ રીતે પી શકાય, એવું થાય તો એ ઝેરી થઇ જાય'ને ? એટલે આ વખતે તેઓ 'ચોકીદાર' બની ગયા

    રાહુલ ગાંધી અંગે શું કહ્યું મમતાએ ?
    રાહુલ ગાંધીને 'બાળક' ગણવાના મામલે મમતાએ કહ્યું હતું કે, આ મુદ્દે હું કોઈ ટિપ્પણી નહિ કરું. તેઓ કૉંગેસ પક્ષના અધ્યક્ષ છે. તમે એક સમયે 2016માં કહ્યું હતું કે આગળ જતા રાહુલ ગાંધી વડાપ્રધાન મોદી માટે મોટી મૂડી સાભિત થવાના છે. જયારે આ બાબત યાદ અપાવવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે, મારુ એ નિવેદન મને બતાવો. હું જાણવા માંગીશ કે એવું મેં ક્યાં સંદર્ભે કહ્યું હતું !
    Published by:ankit patel
    First published:

    Tags: Lok sabha election 2019

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन