Home /News /national-international /Mission Swachhta aur Paani:આપણા પૂર્વજોએ બચાવેલું પાણી આજે આપણે પી રહ્યાં છેઃ ગૃહમંત્રી અમિત શાહ

Mission Swachhta aur Paani:આપણા પૂર્વજોએ બચાવેલું પાણી આજે આપણે પી રહ્યાં છેઃ ગૃહમંત્રી અમિત શાહ

ગૃહમંત્રી અમિત શાહે નેટવર્ક 18ને મનુષ્ય જીવનના મહત્વના બે પાસાઓ બાબતે જાગ્રૃતતા કેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

ગૃહમંત્રી અમિત શાહે નેટવર્ક 18ને મનુષ્ય જીવનના મહત્વના બે પાસાઓ બાબતે જાગ્રૃતતા કેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ અંગે કહ્યું કે સ્વચ્છતા અને પાણી બંન્ને માનવજીવના મહત્વપૂર્ણ અંગ છે. તેની શક્તિ વધારવાથી સારું કામ કોઈ જ ન હોઈ શકે. આજે આપણે જે પાણી પી રહ્યાં છે, તે હજારો વર્ષો પહેલા આપણા પૂર્વજોએ જે બચાવ્યું છે, તે પી રહ્યાં છે. એટલે પાણીની બચત કરવી તે ખૂબ જરૂરી છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ ગૃહમંત્રી અમિત શાહે નેટવર્ક 18ને મનુષ્ય જીવનના મહત્વના બે પાસાઓ બાબતે જાગ્રૃતતા કેળવવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે આ અંગે કહ્યું કે સ્વચ્છતા અને પાણી બંન્ને માનવજીવના મહત્વપૂર્ણ અંગ છે. તેની શક્તિ વધારવાથી સારું કામ કોઈ જ ન હોઈ શકે. આજે આપણે જે પાણી પી રહ્યાં છે, તે હજારો વર્ષો પહેલા આપણા પૂર્વજોએ જે બચાવ્યું છે, તે પી રહ્યાં છે. એટલે પાણીની બચત કરવી તે ખૂબ જરૂરી છે.



    બાળક પણ તમને ચોકલેટનું રેપર નીચે ફેંકતા અટકાવશે

    ગૃહમંત્રીએ વધુમાં કહ્યું આ માટે લોકોની જાગ્રૃતિ અને સરકારનો પ્રયત્ન બંને ખૂબ જ જરૂરી છે. તમારા મિશનથી તેને ખૂબ જ તાકાત મળશે. ગાંધીજીએ આ દેશમાં સ્વચ્છતાના મહત્વને સૌથી પહેલા ઉજાગર કર્યું હતું. ગાંધીજી પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતાના મહત્નને આગળ વધાર્યું છે. હવે ધીરે-ઘીરે ભારતીય સમાજમાં સંદેશો જઈ રહ્યો છે. એક ચોકલેટનું રેપર પણ જો હવે તમે નીચે ફેંકશો તો તમારી બાજુમાં જ બેઠેલો બાળક પણ તમને આ રેપરને નીચે ફેંકતા અટકાવશે.

    મહિલા સશક્તિકરણ PM મોદીની પ્રાથમિકતા રહી છે

    ‘મહિલા સશક્તિકરણ વડાપ્રધાન મોદી માટે પ્રાથમિકતા રહી છે.’ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યુ હતુ કે, તમામ લોકોને ખુલ્લી જગ્યામાં શૌચક્રિયા કરતા રોકવા માટે સુવિધા આપવામાં આવી રહી છે. સર્વસમાવેશક સ્વચ્છતાને આગળ વધારીને જ્યાં દરેકને સ્વચ્છ શૌચાલયની સગવડ હોય તે માટે નેટવર્ક 18 અને હાર્પિકે 'મિશન પાણી' ઝુંબેશ શરૂ કરી છે. તેમાં સ્વચ્છતા અભિયાનને સામેલ કરવામાં આવ્યું છે. આજે એટલે કે 19મી નવેમ્બરે વિશ્વ શૌચાલય દિવસ નિમિત્તે નેટવર્ક18 અને હાર્પિક દ્વારા 'મિશન સ્વચ્છતા ઔર પાણી' અંતર્ગત 8 કલાકના ભવ્ય ટેલિથોનનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી કરીને ભારતને વધુ સારી સ્વચ્છતા માટે પ્રેરિત કરી શકાય.

    આ પણ વાંચોઃ Mission Swachhta aur Paani: સ્ત્રી સશક્તિકરણ PM મોદીની પ્રાથમિકતા, 10 કરોડ ટોયલેટ બનાવ્યાંઃ મનસુખ માંડવિયા

    સ્વચ્છતા મામલે તાજેતરના વર્ષોમાં પ્રગતિ થઈ હોવા છતાં, ઘણા ભારતીય પરિવારો માટે જ્યારે તેમના શૌચાલયોની સ્વચ્છતા જાળવવાની વાત આવે છે, ત્યારે પાણીનો અભાવ અવરોધરૂપ સાબિત થાય છે. WHO અને UNICEF દ્વારા ગયા વર્ષે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, 15% ભારતીયો પાસે શૌચાલયની સુવિધા નથી, 3.3% ગ્રામીણ વસ્તી અને 1.7% શહેરી વસ્તી હજુ પણ પર્યાપ્ત સ્વચ્છતા સેવાઓનો અભાવ ધરાવે છે. અભ્યાસમાં એ પણ જાણવા મળ્યું છે કે, ભારતીય વસ્તીના 1.7% લોકોને હજુ પણ સ્વચ્છતા સુવિધાઓ સુધારવાની જરૂર છે અને 2.7% લોકોને સ્વચ્છતા સુવિધાઓ સુધારવાની જરૂર છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Aamit shah, Water issue, Water storage

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन