જમ્મુ-કાશ્મીર : મોબાઇલ, ઇન્ટરનેટ સહિતના પ્રતિબંધો હટાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર

સુપ્રીમ કોર્ટેની ફાઇલ તસવીર

જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા પછી સરકારે આખા જમ્મુ અને શ્રીનગરમાં કલમ 144 લગાવી દીધી છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ સેવા બંધ કરાવી દીધી છે.

 • Share this:
  જમ્મુ-કાશ્મીર(Jammu Kashmir)ને વિશેષ દરજ્જો આપતી કલમ 370 (Article 370) હટાવ્યા બાદ અહીં તણાવભરી પરિસ્થિતિ બની રહી છે. જે બાદમાં સરકારે અહીં તમામ પ્રકારના પ્રતિબંધો મૂકી દીધા છે. સરકાર દ્વારા મૂકવામાં આવેલા પ્રતિબંધોને હટાવી દેવા અંગે કરવામાં આવેલી અરજીઓ પર મંગળવારે સુપ્રીમ કોર્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમ કોર્ટે સરકાર તરફથી લગાવવામાં આવેલા વિવિધ પ્રતિબંધ હટાવવાનો ઇન્કાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ મામલો ખૂબ જ ગંભીર છે, આથી સરકારને થોડો વધારે સમય મળવો જોઈએ.

  જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ પાસ થયા પછી સરકારે આખા જમ્મુ અને શ્રીનગરમાં કલમ 144 લગાવી રાખી છે. કાશ્મીર ખીણમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. સરકારે મોબાઇલ ફોન અને ઇન્ટરનેટ બંધ કરાવી દીધા છે.

  આ પહેલા સુપ્રીમ કોર્ટે એટર્ની જનરલને પૂછ્યું હતું કે આવું ક્યાં સુધી ચાલશે. આ અંગે એટર્ની જનરલે કહ્યુ હતુ કે પરિસ્થિતિ સામાન્ય થતાની સાથે જ તમામ પ્રતિબંધો હટાવી લેવાશે. અમે એવો પ્રયાસ કરીએ છીએ કે લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે. અમે દરરોજની સ્થિતિની માહિતી મેળવી રહ્યા છીએ. આ ખરેખરે સંવેદનશીલ સ્થિતિ છે, તમામ લોકોના હિત માટે આવું કરવું જરૂરી છે. આ વ્યવસ્થા દરમિયાન કોઈનું લોહી રેડાયું નથી, કે કોઈ વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો નથી."

  એટર્ની જનરલના જવાબ બાદ સુપ્રીમ કોર્ટે આ મામલા અંગે બે અઠવાડિયા બાદ સુનાવણી કરવાનો નિર્ણય સંભળાવ્યો હતો.

  જમ્મુ-કાશ્મીરમાંથી વિવિધ પ્રતિબંધ હટાવી લેવાની તેહસીન પૂનાવાલાની અરજી પણ સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, આ ખરેખર સારી વાત છે કે સદનસિબે કોઈનો જીવ ગયો નથી. આ મામલે સરકાર પર ભરોસો કરવો પડશે તેમજ સરકારને થોડો સમય પણ આપવો પડશે.
  Published by:Vinod Zankhaliya
  First published: