ન સારવાર, ન ઘરે જવાનો રસ્તો! દર્દી બોલ્યા- કોરોનાથી નહીં, ભૂખ્યા મરી જઈશું

News18 Gujarati
Updated: March 28, 2020, 4:10 PM IST
ન સારવાર, ન ઘરે જવાનો રસ્તો! દર્દી બોલ્યા- કોરોનાથી નહીં, ભૂખ્યા મરી જઈશું
પ્રતિકાત્મક તસવીર

પોલીસ સેવાભાવી સંસ્થા કે એનજીઓને હૉસ્પિટલો બહાર લંગર લગાવવાની પણ મંજૂરી નથી આપી રહી.

  • Share this:
સુહાસ મુનસી, નવી દિલ્હી : કોરોના વાયરસ (Coronavirus)ને ફેલાતો અટકાવવા માટે વડાપ્રધાન મોદી (PM Narendra Modi)એ 24મી માર્ચના રોજ 21 દિવસના લૉકડાઉન (Lockdown)ની જાહેરાત કરી છે. શનિવારે લૉકડાઉનનો ચોથો દિવસ છે. લૉકડાઉનનો સૌથી વધારે માર રોજમદારો (Daily Wager), દર્દી (Patients)ઓ અને ગરીબો (Poors) અને જરૂરીયાતમંદ લોકો પર પડી રહ્યો છે. તેમની પાસે ન તો ખાવાનું છે અને ન તો પૈસા છે. એટલું જ નહીં તેમની પાસે ઘરે જવાનો કોઈ વિકલ્પ પણ નથી. ન્યૂઝ18ની ટીમ લૉકડાઉનના પ્રભાવનો કયાસ લગાવવા માટે દિલ્હીની બે મોટી સરકારી હૉસ્પિટલ (Government Hospitals) એમ્સ (AIIMS)અને સફદરજંગ (SafdarJung Hospital)પહોંચી હતી. અહીં બીજા રાજ્યના અને દૂર દૂરના વિસ્તારોમાંથી દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.

આ બંને જગ્યાએ ન્યૂઝ18ની ટીમને મોટાભાગના એવા દર્દીઓ જ મળ્યા જેઓ ગરીબ હતા અને ખૂબ જ ખરાબ હાલતમાં આસપાસની ફૂટપાથ પર રહેવા માટે મજબૂર હતા. લૉકડાઉનને કારણે આ લોકો પોતાના ઘરે પરત જઈ શક્યા નથી. આ લોકો દર્દીઓ સાથે અહીં જ ફસાયેલા છે. પોલીસે કોઈ એનજીઓ કે પછી ખાનગી સંસ્થાને લંગર લગાવવાની પણ મંજૂરી નથી આપતી. આથી આ લોકો બે ટંકના ભોજન માટે અહીં તહીં ટળવળે છે. અહીં એવા અનેક લોકો મળ્યાં જેમને ત્રણ ત્રણ દિવસથી ખાવાનું મળ્યું ન હતું.

આ પણ વાંચો : Coronavirus : દેશ માટે કોરોનાની પ્રથમ કીટ બનાવી પછી બાળકીને જન્મ આપ્યો

હૉસ્પિટલ બહાર રહેવા મજબૂર બનેલા લોકોએ જણાવ્યું કે તે લોકો ઘરે પરત ફરવા માંગે છે પરંતુ ટ્રેન અને બસ સેવા બંધ છે. એમ્બ્યુલન્સને જવાની મંજૂરી છે પરંતુ આ હાલતમાં ખાનગી એમ્બ્યુલન્સ ધારકો વધારે પૈસા માંગે છે. બિહારના એક વ્યક્તિએ દાવો કર્યો કે એક એમ્બ્યુલન્સ ધારકે તેની પાસેથી રૂ 50 હજાર માંગ્યા હતા. બીજા એક વ્યક્તિએ કહ્યું કે તેની પાસે એમ્બ્યુલન્સવાળાએ 20 હજારની માંગણી કરી હતી. મુરાદાબાદના એક નેત્રહીન દર્દીને ઘરે મૂકવા માટે એમ્બ્યુલન્સના ડ્રાઇવરે 20 હજાર માંગ્યા હોવાનું જણાવ્યું હતું.

લોકોની વચ્ચે ઉભો રહેલો સોનુ સિંહ પોતાની વાત કહે છે. સોનુ 22મી માર્ચના રોજ પોતાની પત્નીની સારવાર માટે એમ્સ આવ્યો હતો. લૉકડાઉનની સ્થિતિમાં તેઓ દિલ્હીમાં જ ફસાયા હતા. તેણે કહ્યું, "પહેલા અહીં 20 રૂપિયાના એક પ્લેટ ભાત મળતા હતા, હવે લૉકડાઉનને કારણે 60 રૂપિયાના મળી રહ્યા છે. અમારી પાસે એટલા રૂપિયા નથી કે ખાવા પર ખર્ચ કરી શકીએ. જ્યારે અમે ઘરે જવાનો નિર્ણય કર્યો ત્યારે માલુમ પડ્યું કે કોઈ વ્યવસ્થા જ નથી. એક ખાનગી એમ્બ્યુલન્સને વાત કરી તો ડ્રાઇવરે 20 હજાર રૂપિયા માંગ્યા હતા. મારી પત્નીને હજુ પણ તાવ છે. મારી પાસે પૈસા નથી. આથી ઘરે પરત નથી ફરી શકતો. હવે આગામી ત્રણ અઠવાડિયા સુધી અમે શું કરીશું? કેવી રીતે નિર્વાહ કરીશું?"

આ પણ વાંચો : સોશિયલ મીડિયા ઉપર કર્યો હતો કોરોના વાયરસની દવાનો દાવો, થયો જેલ ભેગો 

બીજી તરફ, સફદરજંગ હૉસ્પિટલ બહાર રહેવા માટે મજબૂર બનેલા માનસિંહ પણ કંઈક આવી જ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરનો નિવાસી માનસિંહ ખેડૂત છે. તેની પત્નીને સ્વાદુપિંડનું કેન્સર છે. તાજેતરમાં તે પત્નીની સારવાર માટે સફદરજંગ હૉસ્પિટલ પહોંચ્યો છે. માનસિંહ કહે છે કે, "રોટલાના એક એક ટૂકડા માટે સંઘર્ષ કરી રહ્યો છે. ત્રણ દિવસથી કંઈ નથી ખાધું." માનસિંહની પત્નીની થોડા દિવસ પહેલા કીમોથેરપી થઈ છે. 19 એપ્રિલના રોજ તેમું બીજું સેશન છે. ઘરે જવા માટે ખાનગી એમ્બ્યુલન્સે તેમની પાસેથી નવ હજાર માંગ્યા છે.

સફદરજંગ હૉસ્પિટલ બહાર ધર્મશાળા છે. અહીં સામાન્ય ચાર્જ લઈને દર્દી તેમજ તેના પરિવારના લોકોને રહેવાની છૂટ છે. પરંતુ લૉકડાઉનને કારણે આ ધર્મશાળા હવે રેનબસેરા જેવી બની ગઈ છે. અહીં આવતા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જમવા માટે આ તમામ લોકો કોમ્યુનિટી કિચન અને ચાના સ્ટૉલ પર નિર્ભર છે. પરંતુ અહીં પણ નસિબ સારા હોય તેમને જ ખાવાનું મળે છે.
First published: March 28, 2020, 4:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading