Home /News /national-international /છાવલા ગેંગરેપ: પરિવાર ભાંગી પડ્યો, અમે માત્ર કેસ જ નહીં પરંતુ જીવવાની ઇચ્છા પણ ગુમાવી દીધી

છાવલા ગેંગરેપ: પરિવાર ભાંગી પડ્યો, અમે માત્ર કેસ જ નહીં પરંતુ જીવવાની ઇચ્છા પણ ગુમાવી દીધી

દિલ્હીનો 10 વર્ષ જૂનો છાવલા ગેંગરેપ કેસ ફરી એકવાર ચર્ચામાં છે.

દિલ્હીનો 10 વર્ષ જૂનો છાવલા ગેંગરેપ કેસ ફરી એકવાર ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ચર્ચા જગાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતે ગેંગરેપ અને અમાનવીય કૃત્યના આ કેસમાં ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય સાંભળીને બધા ચોંકી ગયા છે. પીડિતાની માતાનું કહેવું છે કે, અમે માત્ર યુદ્ધ જ નહીં પરંતુ જીવવાની ઇચ્છા પણ ગુમાવી દીધી છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હીઃ દિલ્હીનો 10 વર્ષ જૂનો છાવલા ગેંગરેપ કેસ ફરી એકવાર ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાએ ચર્ચા જગાવી છે. દેશની સર્વોચ્ચ અદાલતે ગેંગરેપ અને અમાનવીય કૃત્યના આ કેસમાં ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય સાંભળીને બધા ચોંકી ગયા છે. પીડિતાની માતાનું કહેવું છે કે, અમે માત્ર યુદ્ધ જ નહીં પરંતુ જીવવાની ઇચ્છા પણ ગુમાવી દીધી છે.

  પીડિતાના પિતાએ કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે "તેમને નિરાશ કર્યા છે" અને 11 વર્ષથી વધુ સમય સુધી લડ્યા બાદ તેઓએ ન્યાયતંત્રમાં વિશ્વાસ ગુમાવ્યો છે તેમણે તંત્ર તેમની ગરીબીનો લાભ લઈ રહ્યું હોવાનું પણ આક્ષેપ કર્યો છે.

  2014માં ટ્રાયલ કોર્ટે આ કેસને "દુર્લભમાં દુર્લભ ગણાવીને ત્રણેય આરોપીઓને મૃત્યુદંડની સજા ફટકારી હતી. બાદમાં આ ચુકાદાને દિલ્હી હાઈકોર્ટે માન્ય રાખ્યો હતો. ત્રણ આરોપીઓ પર ફેબ્રુઆરી 2012માં યુવતીનું અપહરણ, બળાત્કાર અને નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. તેનું અપહરણ થયાના ત્રણ દિવસ બાદ યુવતીનો વિકૃત મૃતદેહ મળી આવ્યો હતો.

  સુપ્રીમના ચુકાદા બાદ પીડિતાની માતા ચોધાર આંસુએ રડી પડી હતી. તેણે કહ્યું કે, "11 વર્ષ પછી પણ આવો ચુકાદો આવ્યો છે. અમે હારી ગયા... અમે લડાઈ હારી ગયા... હું આ આશા સાથે જીવતી હતી... મેં જીવવાની મારી ઇચ્છા ગુમાવી દીધી છે. મને લાગ્યું કે મારી પુત્રીને ન્યાય મળશે.

  પીડિતાના પિતાએ કહ્યું કે ગુનેગારો સાથે જે થવાનું હતું તે આખરે અમારી સાથે થયું. તેમણે પીટીઆઈને જણાવ્યું હતું કે, અમને ઉપર સુધી દોડતા 11 વર્ષ થઈ ગયા છે. નીચલી કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યો હતો. અમને રાહત થઈ હતી. ઉચ્ચ ન્યાયાલયમાંથી પણ અમને ખાતરી આપવામાં આવી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે અમને નિરાશ કર્યા. ગુનેગારો સાથે જે થવાનું હતું તે આખરે અમારી સાથે થયું.

  તેમને ઉમેર્યું કે, આપણા દેશમાં કાયદો અને વ્યવસ્થા ગરીબ લોકો માટે નથી. જો આવું કોઈ શ્રીમંત પ્રભાવશાળી વ્યક્તિ કે રાજકારણી સાથે થયું હોત તો શું તેમણે પણ આપણા જેવું જ સહન કર્યું હોત? એકંદરે, તે ગરીબીનો લાભ લેવા જેવું છે.

  ફરિયાદી પક્ષના જણાવ્યા અનુસાર, યુવતી ગુરુગ્રામના સાયબર સિટી વિસ્તારમાં કામ કરતી હતી અને ઉત્તરાખંડની હતી. તે તેના નોકરીના સ્થળેથી પરત ફરી રહી હતી અને તેના ઘરની નજીક હતી ત્યારે ત્રણેય શખ્સોએ તેનું કારમાં અપહરણ કર્યું હતું.

  તે ઘરે પરત ન આવી ત્યારે તેના માતા-પિતાએ ગુમ રિપોર્ટ નોંધાવ્યો હતો, ફરિયાદી પક્ષે જણાવ્યું હતું કે, મહિલાની વિકૃત અને સડી ગયેલી લાશ હરિયાણાના રેવાડીના એક ગામમાંથી મળી આવી હતી.

  પોલીસને મહિલાના શરીર પર અનેક ઇજાઓ મળી હતી. વધુ તપાસ અને ઓટોપ્સીમાં બહાર આવ્યું છે કે કારના સાધનો, કાચની બોટલો, ધાતુની વસ્તુઓ અને અન્ય હથિયારોથી તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના પર બળાત્કાર પણ કરવામાં આવ્યો હતો.

  પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરી હતી અને જણાવ્યું હતું કે મહિલાએ ઓફર ઠુકરાવી દેતા એક આરોપીએ બદલો લીધો હતો.
  Published by:Vrushank Shukla
  First published:

  Tags: Assault, Gangrape, Suprem court

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन