Exclusive: જમ્મુ-કાશ્મીરમાંથી 370ની કલમ કાનૂની રીતે દૂર કરી છે: અમિત શાહ

News18 Gujarati
Updated: October 17, 2019, 9:36 PM IST
Exclusive: જમ્મુ-કાશ્મીરમાંથી  370ની કલમ કાનૂની રીતે દૂર કરી છે: અમિત શાહ
અમિત શાહ

કાશ્મીરમાં પહેલા મુખ્ય ત્રણ સમસ્યાઓ હતી. અલગાવવાદ, ભ્રષ્ટાચાર, અને આતંકવાદ. આ સિવાય, વિકાસની બ્લૂપ્રિન્ટનો અભાવ હતો. આ તમામ સમસ્યાઓનાં મૂળમાં કલમ 370 હતી: અમિત શાહ

  • Share this:
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીનાં પ્રમુખ (BJP President) અને ગૃહમંત્રી (Home Minister) અમિંત શાહ (Amit Shah)એ દાવો કર્યો છે કે, જમ્મુ-કાશ્મીર (Jammu-Kashmir)માંથી 370ની કલમ કાયદાકીય રીતે દૂર કરી છે અને કોર્ટમાં પણ અમે આ વાતની સાબિત કરીશું.

ન્યૂઝ18 (News18 Network)નાં ગ્રૂપનાં એડિટર ઇન ચીફ રાહુલ જોશીને આપેલી વિશેષ મુલાકાત (Exclusive Interview)માં અમિત શાહે દાવો કર્યો કે, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર કરવાની સાથે જ આતંકવાદને દૂર કરવાની શરૂઆત થઇ ગઇ છે.

અમિત શાહે વધુમાં એમ પણ જણાવ્યું કે, કાશ્મીર રાજ્યનો વિકાસ કરવા માટેની આગામી 15 વર્ષની બ્લૂ-પ્રિન્ટ તેમની પાસે છે. કાશ્મીરમાં ટૂંક સમયમાં જ સ્થિતિ સામાન્ય થઇ જશે.

“કલમ 370 જમ્મુ-કાશ્મીરમાં ભ્રષ્ટાચાર, અલગાવવાદ અને આતંકવાદનું મૂળ હતી”

ગૃહમંત્રી અમિત શાહને જ્યારે એમ પૂછવામાં આવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ એવો દાવો કર્યો હતો કે, ચાર મહિનામાં જ કાશ્મીર ઘાટીમાં સ્થિતિ સામાન્ય બનશે તો અત્યાર સુધીમાં ત્યાં સ્થિતિ કેટલી કાબૂમાં છે ? આ સિવાય, સ્થિતિને સામાન્ય બનાવવા માટે કેવા પ્રકારના પગલા લેવામાં આવ્યા છે ? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, કાશ્મીરમાં પહેલા મુખ્ય ત્રણ સમસ્યાઓ હતી. અલગાવવાદ, ભ્રષ્ટાચાર, અને આતંકવાદ. આ સિવાય, વિકાસની બ્લૂપ્રિન્ટનો અભાવ હતો. આ તમામ સમસ્યાઓનાં મૂળમાં કલમ 370 હતી.

“પાકિસ્તાને કલમ 370ની મદદથી કાશ્મીરના યુવાનોને ભ્રમિત કર્યાં”
Loading...

કલમ 370 દૂર કરવાનાં વિરુદ્ધમાં બંધારણીય ખંડપીઠ (Constitutional Bench) બનાવવામાં આવી છે. જો કોર્ટનો નિર્ણય સરકારના નિર્ણયથી વિરુદ્ધ આવશે તો શું કરશો ? આ સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું કે, જુઓ, આ બિલના ડ્રાફ્ટિંગની પ્રક્રિયાનો હું ભાગ હતો. કાયદાકીય પ્રક્રિયામાં પસાર થતી વખતે અમને 100માંથી 100 માર્ક્સ મળશે. કલમ 370ના કારણે પાકિસ્તાની એજન્સીઓએ કાશ્મીરના યુવાનોને ભ્રમિત કર્યા. પહેલા અલગ રાજ્યની વાત આવી અને આ પછી આઝાદીની વાત આવી. આઝાદી મળી નહી એટલે યુવાનોના હાથમાં હથિયાર પકડાવી દીધા. આ કારણે, 1990થી આજ સુધીમાં 40 હજાર લોકો માર્યા ગયા,”.

 
First published: October 17, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...