Home /News /national-international /

આસારામ દોષિત જાહેર થતાં અમને ન્યાય મળ્યોઃ પીડિતાના પિતા

આસારામ દોષિત જાહેર થતાં અમને ન્યાય મળ્યોઃ પીડિતાના પિતા

    સગીરા પર બળાત્કાર કેસમાં આજે જોધપુર કોર્ટે આસારામ સહિત ત્રણ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જ્યારે બેને મુક્ત કર્યા છે. આસારામને સજા સંભળાવવા માટે ન્યાયાધીશ ખુદ સેન્ટ્રલ જેલમાં ગયા હતા. સુરક્ષાને કારણે તેમને જોધપુર જેલમાં જ ચુકાદો સંભળાવવામાં આવ્યો હતો. બીજી તરફ આસારામ દોષિત જાહેર થતાં પીડિતના પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો.

    પીડિતાના પિતાએ ન્યૂઝ એજન્સી એેએનઆઈ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, 'અમને ન્યાય મળ્યો છે. આ લડાઈમાં જે લોકોએ અમને સાથ આપ્યો છે તેમનો હું આભાર માનું છું. મને આશા છે કે તેને ખૂબ સખત સજા મળશે. જે સાક્ષીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અથવા જેમની હત્યા કરવામાં આવી હતી તેમને પણ ન્યાય મળ્યો છે.'

    અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસોઃ આસારામની પ્રવક્તા

    બળાત્કારના કેસમાં આસારામ દોષિત જાહેર થયા બાદ આ અંગે પ્રતિક્રિયા આપતા તેમની પ્રવક્તા નીલમ દુબેએ જણાવ્યું હતું કે, 'અમે આ અંગે કાયદા નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ ભવિષ્યમાં શું પગલાં ભરીશું તેની જાહેરાત કરીશું. અમને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે.'

    આ પણ વાંચોઃ 
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Asaram bapu, Asaram bapu case verdict, Asaram bapu news, Asaram latest news, Asaram news, Asaram rape case, Jodhpur court, आसाराम, आसाराम रेप केस, जोधपुर कोर्ट

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन