Home /News /national-international /

શિવસેનાનો અમિત શાહ પર પ્રહાર: અમે તમારો અહંકાર ખતમ કરી દઇશું

શિવસેનાનો અમિત શાહ પર પ્રહાર: અમે તમારો અહંકાર ખતમ કરી દઇશું

    ન્યૂઝ18 ગુજરાતી: ભારતીય જનતા પાર્ટીનાં સાથી પક્ષ શિવ સેનાએ ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ પર પ્રહાર કરતા કહ્યું કે, અમે તમારો અહંકાર પુરો કરી દઇશું.

    બે દિવસ પહેલા અમિત શાહે શિવ સેનાને ઘમકી આપતા કહ્યું હતું કે, જો શિવ સેના ગઠબંધનમાં નહીં આવે તો અમે તેને હરાવી દઇશું.

    અમિત શાહનાં આ નિવેદન સામે શિવસેનાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે, અમ તમને બે વર્ષ પહેલા જ હરાવી ચુક્યા છીએ. તમે અમારો પીછો શા માટે કરો છો ? થોડા દિવસો પહેલા યોજાયેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં તમે હાર્યા એ ભુલી ગયા ? એટલે તમે એ ભાષામાં વાત ના કરો. છેલ્લા 50 વર્ષમાં અમે લોકોને ધૂંળ ચાંટતા કરીને જ આટલે સુંધી પહોંચ્યા છીએ” શિવસેનાનાં નેતા સંજય રાઉતે કહ્યુ હતું.

    આ પહેલા અમિત શાહે લાતુરમાં કાર્યકરોને સંબોધતા કહ્યુ હતું કે, જો આપણા સાથી પક્ષો આપણી સાથે આવે તો આપણે તેને મદદ કરીશુ. એટલે આપણું ગઠબંધન શિવસેના સાથે કે નહીં તેની રાહ જોશો નહીં. આપણે એકલા હાથે લડી લઇશું.”

    મહત્વની વાત છે કે, ભાજપ સાથે ઘણા સમયથી ગઠબંધનમાં રહેલી શિવસેના છેલ્લા થોડા મહિનાઓથી ભાજપથી નારાજ છે અને ભાજપનાં વિરોધપક્ષોને અમુક મુદ્દાઓ પર સાથ આપે છે. તાજેતરમાં જ કોંગ્રેસ રાફેલ મુદ્દા પર જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની માગને ટેકો આપ્યો હતો અને સિટીજનશીપ બીલના વિરોધમાં પણ શિવસેનાએ ટેકો આપ્યો હતો.

    લોકસભાની ચૂંટણીઓ હવે નજીક આવી રહી છે. આ સમયે ભાજપનાં સાથી પક્ષો સાથે સંબધો વણસી રહ્યા છે. આગામી લોકસભા ચૂંટણીમાં કોણ કોની સાથે રહે છે તે જોવાનું રહ્યું. મહારાષ્ટ્રમાં 48 લોકસભા બેઠકો છે.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Alliance, Lok sabha polls, Maharashtra, Shiv sena, અમિત શાહ, ભાજપ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन