સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાએ કહ્યું, 'અમે પોલીસ રક્ષણ વગર જ દર્શન કર્યા'

News18 Gujarati
Updated: January 2, 2019, 3:01 PM IST
સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાએ કહ્યું, 'અમે પોલીસ રક્ષણ વગર જ દર્શન કર્યા'
ન્યૂઝ18 ક્રિએટિવ

આ બંને મહિલાઓએ ગયા વર્ષે પણ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધને પગલે બંનેએ પરત ફરવું પડ્યું હતું.

  • Share this:
કોચીઃ કેરળની 50 વર્ષથી ઓછી ઉંમર ધરાવતી બે મહિલાઓએ બુધવારે સબરીમાલાના પ્રસિદ્ધ ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ 10થી 50 વર્ષની વયની કોઈ મહિલાએ મંદિરમાં પ્રવેશ કર્યો હોય તેવો આ પ્રથમ બનાવ છે.

મંદિરમાં પ્રવેશ કરનારી મહિલાઓમાંથી 42 વર્ષી બિન્દુ સીપીઆઈ(એમએલ) કાર્યકર છે તેમજ કોઝિકેડેના કોયીલન્ડીમાંથી આવે છે. જ્યારે 44 વર્ષીય કનકદુર્ગા મલ્લાપુરમના અંગદપુરમની નિવાસી છે. બંને મહિલાઓએ જણાવ્યું હતું કે બંનેએ અડધી રાત્રે મંદિર જવા માટે પગથીયા ચડવાની શરૂઆત કરી હતી. બંને વહેલી સવારે 3:45 વાગ્યે મંદિરે પહોંચી હતી. બંનેએ આ અંગેનો વીડિયો પણ રજૂ કર્યો હતો.

સીએનએન-ન્યઝ18 સાથે વાતચીત કરતા કનકદુર્ગાએ જણાવ્યું હતું કે, બંનેએ પોલીસ રક્ષણ વગર જ પોતાની યાત્રા પુરી કરી હતી. એટલું જ નહીં રસ્તામાં કોઈએ તેમને વિરોધ પણ કર્યો ન હતો.

કનકદુર્ગાએ જણાવ્યું કે, "અમે અડધી રાત્રે પામ્પા આવી પહોંચ્યા હતા. અમે પોલીસ સ્ટેશન ગયા હતા, પરંતુ કોઈ જ સુરક્ષા વગર દર્શન કરવાનો નિર્ણય કર્યો હતો. રસ્તામાં કોઈ શ્રદ્ધાળુએ અમારો વિરોધ કર્યો ન હતો. સનિધનમ ખાતે શ્રદ્ધાળુઓ હાજર હતા પરંતુ કોઈએ અમારો રસ્તો રોક્યો ન હતો."

આ પણ વાંચોઃ પહેલીવાર સબરીમાલામાં બે મહિલાઓની એન્ટ્રી, મંદિરનું શુદ્ધિકરણ કરાયું

મહિલાઓએ સબરીમાલા મંદિરે દર્શન કર્યા હોવાની વાતની પુષ્ટિ કરતા કેરળના મુખ્યમંત્રી પિનારાય વિજયને કહ્યું કે, "બે મહિલાઓએ મંદિરમાં પ્રવેશ કર્યો હતો. અમે પોલીસને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે જે કોઈ મહિલા મંદિરમાં પ્રવેશ કરવા માંગતો હોય તેમની સુરક્ષા માટે ખેડપગે રહેવું."આ બંને મહિલાઓએ ગયા વર્ષે પણ મંદિરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ વિરોધને પગલે બંનેએ પરત ફરવું પડ્યું હતું.

પખવાડિયા પહેલા જ ચેન્નાઇ સ્થિત એક સંસ્થાની 11 જેટલી મહિલાઓને મંદિરમાં પ્રવેશતી રોકવામાં આવી હતી. નોંધનીય છે કે કેરળના શબરીમાલા ખાતે આવેલા મંદિરમાં 10થી 50 વર્ષની ઉંમરની મહિલાઓ પ્રવેશ કરી શકતી નથી. આ બાબતે સુપ્રીમ કોર્ટે આદેશ કરતા મહિલાઓને દર્શનની છૂટ આપી હતી. જોકે, શ્રદ્ધાળુઓના વિરોધને પગલે મંદિરમાં હજુ સુધી કોઈ મહિલા પ્રવેશ કરી શકી ન હતી.
First published: January 2, 2019
વધુ વાંચો
अगली ख़बर