કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. ઈમ્ફાલમાં સ્ટુડન્ટ્સ સાથે વાતચીત કરતાં તેઓએ કહ્યું કે, પીએમ મોદીની યુનિવર્સિટીની ડિગ્રી આપણે આજ સુધી જોવા નથી મળી. આપણને આજ સુધી ખબર જ નથી કે તેઓ યુનિવર્સિટી ગયા છે કે નહીં.
રાહુલે વધુમાં કહ્યું કે, વડાપ્રધાનની ડિગ્રી વિશે જાણકારી મેળવવા માટે એક આરટીઆઈ ફાઇલ કરવામાં આવી હતી પરંતુ તેનો જવાબ આજ સુધી નથી મળ્યો. નોટબંધીને લઈને પણ રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ મોદીની ટીકા કરી. તેઓએ કહ્યું કે નોટબંધીનો નિર્ણય આરબીઆઈને વિશ્વાસમાં લીધા વગર લેવામાં આવ્યો હતો. રાહુલ કહ્યું કે, 'પ્રાઇમ મિનિસ્ટર ઓફિસ'ને 'પબ્લિસિટી મિનિસ્ટર ઓફિસ' કહેવું જોઈએ.
Rahul Gandhi interacting with students in Imphal:We still have not had access to PM's university degree.Nobody actually knows whether the Prime Minister went to a university or not. There is an RTI filed in Delhi asking for PM's university degree but it has not been responded to. pic.twitter.com/mGzwmahmxR
આ પહેલા મંગળવારે અરુણાચલના પ્રવાસ દરમિયાન જનસભાને સંબોધિત કરતાં રાહુલે એવો પણ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ પાર્ટી જો સત્તામાં આવી તો તેઓ અરુણાચલ પ્રદેશ અને અન્ય પૂર્વોત્તર રાજ્યોનો વિશેષ શ્રેણીનો દરજ્જો બહાલ કરશે. તેઓએ એવો આરોપ પણ લગાવ્યો હતો કે બીજેપી પૂર્વોત્તરના લોકો પર આરએસએસની વિચારધારા થોપીને ત્યાંના લોકોની સામાજિક અને સાંસ્કૃતિક લોકાચારને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.