અફઘાની ઉપરાષ્ટ્રપતિએ શૅર કરી ભારત સામે પાકિસ્તાનના સરેન્ડરની તસવીર, કહ્યું- અમારા ઈતિહાસમાં આવું નથી થયું

No Such A Picture In Our History: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે કેમ શૅર કરી 1971 ભારત-પાક. યુદ્ધની ઐતિહાસિક તસવીર?

No Such A Picture In Our History: અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે કેમ શૅર કરી 1971 ભારત-પાક. યુદ્ધની ઐતિહાસિક તસવીર?

  • Share this:
    નવી દિલ્હી. અફઘાનિસ્તાન (Afghanistan)ના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ (Amrullah Saleh)એ તાલિબાનનું સમર્થન કરી રહેલા પાકિસ્તાન પર જોરદાર કટાક્ષ કર્યો છે. ત્યારબાદ પાકિસ્તાનીઓને અનેક દિવસ સુધી ઊંઘ નથી આવવાની. સાલેહે 1971ના યુદ્ધ (1971 Indo-Pak War)માં હાર્યા બાદ પાકિસ્તાની સેનાની ભારતીય સેના (Indian Army) સામે સરેન્ડરની આ તસવીર શૅર કરી છે. આ તસવીરને શૅર કરતાં તેમણે લખ્યું કે, અમારા ઈતિહાસમાં ક્યારેય આવી તસવીર નથી અને ન ક્યારેય હશે (No Such A Picture In Our History). નોંધનીય છે કે, પાકિસ્તાન (Pakistan) તમામ પ્રયાસો કરી રહ્યું છે કે અફઘાનિસ્તાન પહેલા જેવી ખરાબ સ્થિતિમાં પહોંચી જાય, તેન માટે તે તાલિબાન (Taliban)ને સર્મથન કરી રહ્યું છે.
    અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહે ટ્વીટ કરીને શું લખ્યું?

    અફઘાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ 1971 યુદ્ધની ઐતિહાસિક તસવીર ટ્વીટ કરીને લખ્યું કે, અમારા ઈતિહાસમાં ક્યારેય આવી તસવીર નથી અને ન ક્યારેય હશે. હા, કાલે થોડીક ક્ષણ માટે તે સમયે હું હલી ગયો હતો, જ્યારે અમારા ઉપરી પસાર થતા રોકેટ થોડાક મીટરના અંતર પર પડ્યા હતા. પાકિસ્તાનના પ્રિય ટ્વીટર હુમલાખોરો, તાલિબાન અને આતંકવાદ આપના એ ઘા પર મલમ નહીં લગાવે, જે ઘા આપને આ તસવીરથી મળ્યો હશે. કોઈ બીજો રસ્તો શોધો.

    આ પણ વાંચો, યુવતીના બેડરૂમમાં ઘૂસી જતો હતો મકાન માલિક, તકિયા સાથે કરતો હતો આવી હરકત

    1971ના યુદ્ધ બાદની છે આ ઐતિહાસિક તસવીર

    અમરુલ્લાહ સાલેહએ જે તસવીર શૅર કરી છે તે વર્ષ 1971ના યુદ્ધમાં પાકિસ્તાનને ભારતના હાથે મળેલી હારની છે. ભારતના હાથે ખરાબ રીતે હાર્યા બાદ પાકિસ્તાને પોતાની હાર સ્વીકારી હતી. તે સમયે પાકિસ્તાનના 80 હજારથી વધુ સૈનિકોએ ભારત સમક્ષ આત્મસમર્પણ કરી દીધું હતું. ત્યારબાદ પાકિસ્તાનના આર્મી ચીફે ભારતીય સેના પ્રમુખ સમક્ષ સરેન્ડરના દસ્તાવેન પર હસ્તાક્ષર કર્યા હતા. પાકિસ્તાનની હાર સાથે જોડાયેલી આ તસવીરને શૅર કરી અફઘાની ઉપરાષ્ટ્રપતિએ કટાક્ષ કર્યો છે. સ્પષ્ટ છે કે જૂના ઘાને ફરી યાદ કરવાના આ પ્રયાસથી પાકિસ્તાનને જોરદાર વળતો જવાબ મળી ગયો છે.

    આ પણ વાંચો, જાણો કોણ છે, જેફ બેઝોસના મહત્ત્વકાંક્ષી મિશનનો ભાગ બનનારી ભારતની સંજલ ગાવંડે

    રોકેટ હુમલામાં પાકિસ્તાનનો હાથ!

    અફઘાનિસ્તાનથી અમેરિકાના સૈનિકોની વાપસી બાદ તાલિબાન બેકાબૂ થઈ ગયા છે. તેમણે દેશના મોટાભાગના હિસ્સા પર કબજાનો દાવો કર્યો છે. પાકિસ્તાન પણ તાલિબાનનો હાથ મજબૂત કરવામાં લાગી ગયું છે, જેથી અફઘાનિસ્તાનમાં પોતાની પકડ મજબૂત કરી શકે. હાલમાં જ તાલિબાને અફઘાનિસ્તાની રાજધાની કાબુલમાં રાષ્ટ્રપતિ નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણ રોકેટ છોડ્યા હતા. અફઘાનિસ્તાનને લાગી રહ્યું છે કે આ હુમલાની પાછળ પાકિસ્તાનનો હાથ છે.
    Published by:Mrunal Bhojak
    First published: