Home /News /national-international /ત્રણ તલાક પર બની રહેલો કાયદો આ લોકોને મંજૂર નથી

ત્રણ તલાક પર બની રહેલો કાયદો આ લોકોને મંજૂર નથી

સરકારે આમાં ક્યાં દખલ આપવાની જરૂરત છે. સરકારે ત્રણ તલાકને છોડીને દેશના વિકાસમાં ધ્યાન આપવાની જરૂરત છે.

સરકારે આમાં ક્યાં દખલ આપવાની જરૂરત છે. સરકારે ત્રણ તલાકને છોડીને દેશના વિકાસમાં ધ્યાન આપવાની જરૂરત છે.

    ત્રણ તલાક બિલ આજે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે. ત્રણ તલાક આપવાની પ્રથા પર નિવારણ લાવવાના બિલનો ખરડો સરકારના ત્રણ મંત્રીઓની સમિતિએ તૈયાર કર્યો છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, મુસ્લીમોની ત્રણ મોટી સંસ્થાઓ અને મુસ્લીમ પર્સનલ લો બોર્ડ આ બિલનો પહેલાથી વિરોધ કરી રહ્યા છે.

    તે ત્રણ તલાક બનવાવાળા કાયદાને પણ માનવા તૈયાર નથી. એક તરફી બની રહેલા કાયદાને તે સરકારની તાનાશાહી માની રહ્યા છે. ન્યૂઝ18 હિન્દી ડોટ કોમ સાથે વાતચીત કરી આ ત્રણ નેતા પોતાનું મંતવ્ય રાખ્યું

    કમાલ ફારૂકી, ઓલ ઈન્ડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ
    અમને ત્રણ તલાક પર બની રહેલો કાયદો મંજૂર નથી. આ કેવી રીતની મજાક થઈ રહી છે, જેના માટે તમે કાયદો બનાવી રહ્યા છો. ઉલેમાઓ અને પર્સનલ લો બોર્ડને તમે કિનારા પર કરી દીધુ. અમે ત્રણ તલાક પર તે જ કાયદાને માનીશું જે શરીયત અને કુરાનની રોશનીમાં બન્યો છે. અમે આ વાત સુપ્રિમ કોર્ટ અને લો કમિશન સામે પણ રાખી ચુક્યા છીએ.

    શાઈસ્તા અમ્બર, ઓલ ઈન્ડીયા મુસ્લીમ મહિલા પર્સનલ લો બોર્ડ
    અમને ત્રણ તલાક પર બની રહેલા કાયદાથી કોઈ વાંધો નથી, પરંતુ વાંધો એ વાત નો છે કે, તમે મુસલમાનો માટે કાયદો બનાવી રહ્યા છો અને તેમને જ નજર-અંદાજ કરી રહ્યા છો. મુસલમાનોને તમે હાંશિયા પર ધકેલી રહ્યા છો. પર્સનલ લો બોર્ડ સાથે પણ સરકારે વાત નથી કરી. આ દેશના ભાગલા પાડવા જેવી વાત છે. અમે કાયદાના વિરોધમાં નથી. શરીયતમાં પણ આને ખોટું ગણવામાં આવ્યું છે.

    મુફ્તી હસન મંસૂર, દારૂલ ઉલૂમ નાદવાતૂલ ઉલામા, લખનઉ
    દેશમાં મુસલમાનોની ત્રણ મોટી સંસ્થા છે, મુસ્લીમ પર્સનલ લો બોર્ડ છે અને દેશભરમાં ઉલામા-એ-ઈકરામ પણ છે. સરકારે પહેલા આ બધા સાથે વાતચીત કરવી જોઈએ. આ સંસ્થાઓ સાથે વાતચીત કર્યા વગર ત્રણ તલાક પર કાયદો ન બનાવવો જોઈએ. અમને પૂરી આશા છે કે, આ રીતે તે સંસદમાં પણ પાસ નહી થાય. સરકારે પહેલા તેમની સાથે વાત કરવી પડશે જેમના માટે આ કાયદો બની રહ્યો છે.

    મુફ્તી રાશિદ, દારૂલ ઉલૂમ, દેવબંધ, સહારનપુર
    ત્રણ તલાક પર સરકાર મુસલમાનોને નિશાન બનાવી રહી છે. જાણી જોઈને શરીયત વિરુદ્ધ ષડયંત્ર રચી રહી છે. અમને ત્રણ તલાક પર આ કાયદો મંજૂર નથી. જેમાં મુસ્લીમ સંસ્થાઓ, પર્સનલ લો બોર્ડ અને ઉલામા-એ-ઈકરામની સલાહ પણ ન લેવામાં આવે. બીજી વાત એ છે કે, જ્યારે મામલો કોર્ટમાં ફાયનલ થઈ ચુક્યો છે તો સરકારે આમાં ક્યાં દખલ આપવાની જરૂરત છે. સરકારે ત્રણ તલાકને છોડીને દેશના વિકાસમાં ધ્યાન આપવાની જરૂરત છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Presented, Triple talaq bill, રાજ્યસભા

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन