ઇસ્લામાબાદ : સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ બન્યા બાદ પાકિસ્તાનની પ્રથમ મુલાકાતે આવી પહોંચેલા મોહમ્મદ બીન સલમાને પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને કહ્યું છે કે તેઓ તેમને પાકિસ્તાનના રાજદૂત સમજે. સાથે જ તેમણે સાઉદી અરેબિયામાં કામ કરતા પાકિસ્તાની શ્રમિકોને તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી હતી.
સાઉદીમાં કામ કરતા પાકિસ્તાનના 25 લાખ શ્રમિકોની મદદ માટે જ્યારે ઇમરાન ખાને સાઉદી પ્રિન્સને કહ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, "અમે પાકિસ્તાનને ના ન કહી શકીએ." સાથે જ તેમણે એવું પણ કહ્યું કે પાકિસ્તાનના શ્રમિકોની મદદ માટે તેઓ કરી શકશે તે બધુ જ કરશે.
ઇમરાન ખાને સાઉદીમાં કામ કરતા પાકિસ્તાનના શ્રમિકોને 'તેમના પોતાના દેશના જ' ગણવાની વિનંતી કરી હતી.
ઇરમાન ખાને કહ્યું હતું કે, "તે લોકો મારી હૃદયની બિલકુલ નજીક છે. તેઓ પૈસા કમાવવા માટે પોતાના પરિવારને છોડીને ત્યાં સખત પરિશ્રમ કરે છે. તેઓ છ મહિના સુધી અને ક્યારેક તો વર્ષ સુધી તેમના પરિવારના સભ્યોનું મોઢું જોઈ શકતા નથી."
ઇમરાન ખાને સાઉદી ક્રાઉન પ્રિન્સ સાથેની મુલાકાત અંગેનો એક વીડિયો પર ટ્વિટ કર્યો હતો. સાથે લખ્યું હતું કે, "તેમણે પાકિસ્તાનના લોકોનું હૃદય જીતી લીધું છે."
Crown Prince Mohammad bin Salman won the hearts of the people of Pakistan when he said “consider me Pakistan's ambassador to Saudi Arabia" in response to my asking him to treat the 2.5 mn Pakistani's working in KSA as his own.#CrownPrinceinPakistanpic.twitter.com/Xr0E2EWKrK
ઉલ્લેખનીય છે કે સાઉદી પ્રિન્સ મોહમ્મદ બીન સલમાન બે દિવસની પાકિસ્તાન મુલાકાતે આવી પહોંચ્યા છે. હાલ આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનને સાઉદીના પ્રિન્સે તમામ મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. તેમની પ્રથમ મુલાકાત દરમિયાન તેમણે પાકિસ્તાન સાથે રૂ. 20 અબજ ડોલરના કરાર કર્યા છે.
પાકિસ્તાનના ડોન ન્યૂઝ પેપરના જણાવ્યા પ્રમાણે ઇમરાન ખાન સાથેની મુલાકાતમાં સાઉદી પ્રિન્સે કહ્યું હતું કે, પાકિસ્તાન હંમેશા દરેક સાઉદી માટે મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. એટલું જ નહીં બંને દેશ સારી અને વિષમ પરિસ્થિતિમાં હંમેશા સાથે આપ્યો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર