વાદળછાયા વાતાવરણમાં પણ એરસ્ટ્રાઇક શક્ય છેઃ એરફોર્સ ચીફ

News18 Gujarati
Updated: July 16, 2019, 6:20 PM IST
વાદળછાયા વાતાવરણમાં પણ એરસ્ટ્રાઇક શક્ય છેઃ એરફોર્સ ચીફ

  • Share this:
અંદાજે 20 વર્ષ પહેલા કારગીલના પહાડ પર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં ભારતે પાકિસ્તાની ઘુસણખોરોને માર મારી ભગાડી દીધા હતા. દર વર્ષે આ યુદ્ધની યાદમાં ભારતમાં શહીદ દિવસ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એરફોર્સના ચીફ બીએસ ધનોઆએ કહ્યું કે ભારતીય વાયુસેના કોઇપણ વાતાવરણમાં અને ઘાટા વાદળો હોવા છતા પાકિસ્તાન પર હવાઇ હુમલા કરવામાં સક્ષમ છે.

ઇન્ડિયન એરફોર્સના ચીફ બીએસ ધનોઆએ કારગીલ યુદ્ધની 20મી વરસી પર કહ્યું કે તમામ સારા જનરલની જેમ છેલ્લુ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ. જો ફરી કારગીલ થયું તો અમે તેના માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ.

અહીં ક્લિક કરી વાંચોઃ સૌથી વધુ સોનાનો ભંડાર ધરાવતા દુનિયાના 10 દેશ, જાણો ભારતનું સ્થાન !

ભારતીય વાયુસેનાના પ્રમુખ બીએસ ધનોઆએ એમ પણ કહ્યું કે જો જરૂર પડશે તો અમે કોઇપણ વાતાવરણમાં સટીકતાથી એરસ્ટ્રાઇક કરી શકીશું. ભલે ગમે તેટલા ઘાટા વાદળો હોય. અમે 26 ફેબ્રુઆરીએ એક હુમલો કર્યો હતો અને અમે વધુ દૂરીથી એકદમ સટીક સ્ટ્રાઇક કરવાની ક્ષમતા છે.

છેલ્લા ઘણા સમયથી પાકિસ્તાન, ભારતની સાથે વાતચીતનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમ છતા તે પોતાની જમીન પર વિકસી રહેલા આતંકવાદ પર લગામ નથી લગાવી રહ્યું. પાકિસ્તાન સાથે સંબંધો અંગે ભારતે પોતાનો દ્રષ્ટીકોણ સ્પષ્ટ કરી દીધો છે. જ્યાં સુધી પાકિસ્તાન સંપૂર્ણપણે આતંકવાદ રોકવાની વાત નહીં કરે ત્યાં સુધી કોઇ વાતચીત કરવામાં આવશે નહીં.
First published: July 16, 2019, 6:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading