Home /News /national-international /

બાબા સાહેબના ચીંધેલા રસ્તા પર ચાલી રહ્યો છું: વડાપ્રધાન મોદી

બાબા સાહેબના ચીંધેલા રસ્તા પર ચાલી રહ્યો છું: વડાપ્રધાન મોદી

    પીએમ મોદીએ બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના વારસાની રાજનીતિ કરવા માટે રાજકીય પક્ષો પર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકારે બાબા સાહેબનું સન્માન વધારવાનું જેટલું કામ કર્યું છે, એટલું બીજી કોઈ સરકારે નથી કર્યું.

    વડાપ્રધાન મોદીએ બાબા સાહેબ આંબેડકરને યાદ કરતા કહ્યું કે, 'હું બંધારણના નિર્માતા આંબેડકરના બતાવેલા રસ્તે જ ચાલી રહ્યો છું.' તેમણે કહ્યું કે આ દેશમાં ગરીબો માટે કામ કરવું એ જ અમારી સરકારનો ઉદેશ્ય છે.

    વડાપ્રધાને કહ્યું કે, બાબા સાહેબની યાદમાં તેમના પ્રોજેક્ટ્સને પૂરા કરીને અમારી સરકારે તેમને ઉચિત સ્થાન આપ્યું છે. તેમણે કહ્યું કે, 26 અલીપુર રોડ સ્થિત જે મકાનમાં બાબા સાહેબે અંતિમ શ્વાસ લીધા હતા, તેને આંબેડકર જયંતિની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવશે.

    સાંસદોના હોસ્ટેલ સાથે જોડાયેલા વેસ્ટર્ન કોટ એનેક્સી ભવનના ઉદ્ઘાટન કર્યા બાદ મોદીએ કહ્યું હતું કે લોકોએ આંબેડકરના નામનો ઉપયોગ રાજકીય ફાયદો ઉઠાવવા માટે કર્યો હતો. તેમણે કહ્યું કે તેમની સરકારે આંબેડકર આંતરરાષ્ટ્રીય કેન્દ્રને પૂરું કર્યું હતું, જેનો વિચાર અટલ બિહારી વાજપેયીની સરકાર વખતે આવ્યો હતો.

    મોદીએ કહ્યું કે, પૂર્વ યુપીએ સરકારે વર્ષો સુધી આ પ્રોજેક્ટને આગળ વધાર્યો ન હતો. નોંધનીય છે કે વડાપ્રધાનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે એસસી/એસટી અત્યાચાર વિરોધી કાયદા અંગે સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ભારત બંધ દરમિયાન મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શનો થયા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: પીએમ, મોદી

    આગામી સમાચાર