Home /News /national-international /અમે મનમોહન સિંહના આભારી છીએ..., જાણો ભાજપના મંત્રીએ શાં માટે પૂર્વ વડાપ્રધાનની પ્રશંસા કરી?

અમે મનમોહન સિંહના આભારી છીએ..., જાણો ભાજપના મંત્રીએ શાં માટે પૂર્વ વડાપ્રધાનની પ્રશંસા કરી?

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી. (ફાઇલ ફોટો)

રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ વખાણ કરતા કહ્યું કે ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે. જેમાં ગરીબોને પણ ફાયદો પહોંચાડવાનો ઈરાદો હોય.

વધુ જુઓ ...
    નવી દિલ્હી: રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની આર્થિક સુધારા દ્વારા દેશને નવી દિશા આપવા બદલ વખાણ કરતા કહ્યું કે ભારતને ઉદાર આર્થિક નીતિની જરૂર છે. જેમાં ગરીબોને પણ ફાયદો પહોંચાડવાનો ઈરાદો હોય. TIOL એવોર્ડ 2022 સમારંભને સંબોધતા ગડકરીએ કહ્યું કે વર્ષ 1991માં તત્કાલિન નાણામંત્રી મનમોહન સિંહ દ્વારા શરૂ કરાયેલા આર્થિક સુધારાએ ભારતને એક નવી દિશા બતાવી. તેમણે કહ્યું કે આ આર્થિક સુધારાઓ માટે દેશ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો આભારી છે.

    આ પ્રસંગે ગડકરીએ નેવુંના દાયકામાં જ્યારે તેઓ મહારાષ્ટ્રના મંત્રી હતા ત્યારે રસ્તાઓ માટે નાણાં એકત્ર કરવાના પ્રયાસોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે મનમોહન સિંહ દ્વારા શરૂ કરવામાં આવેલા આર્થિક સુધારાને કારણે જ તેઓ આ રોડ પ્રોજેક્ટ્સ માટે ભંડોળ એકત્ર કરી શક્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ઉદાર આર્થિક નીતિ ખેડૂતો અને ગરીબો માટે છે. તેમણે કહ્યું કે દેશને એવી આર્થિક નીતિની જરૂર છે જેમાં ગરીબોને પણ ફાયદો પહોંચાડવાનો હેતુ હોય. ઉદાર આર્થિક નીતિના અમલીકરણની દિશામાં ચીનને સારું ઉદાહરણ ગણાવતા તેમણે કહ્યું કે આ નીતિ દ્વારા કોઈપણ દેશનો વિકાસ થઈ શકે છે.
    Published by:Vrushank Shukla
    First published:

    Tags: Ex PM Manmohan Singh, Manmohan singh, Nitin Gadkari

    विज्ञापन
    विज्ञापन