ગુપકાર સમજુતીને લઈને ફારુક અબ્દુલાએ કહ્યું - અમે દેશના નહીં, BJPના દુશ્મન

ગુપકાર સમજુતીને લઈને ફારુક અબ્દુલાએ કહ્યું - અમે દેશના નહીં, BJPના દુશ્મન

પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લરેશને રાજ્યમાં 28 નવેમ્બરથી યોજાનાર આગામી ડીડીસી (જિલ્લા વિકાસ પરિષદ) ચૂંટણી લડવાની જાહેરાત કરી

 • Share this:
  શ્રીનગર : પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લરેશન (Peoples Alliance for Gupkar Declaration) અને નેશનલ કોન્ફ્રેસના પ્રેસિડેન્ટ ફારુક અબ્દુલા (Farooq Abdullah)એ સોમવારે કહ્યું કે અમે દેશના નહીં, બીજેપીના (BJP)દુશ્મન છીએ. તે લોકો હિન્દુ, મુસ્લિમ, શીખ અને ઇસાઇ એકબીજાને અલગ કરવા માંગે છે. અમે મહાત્મા ગાંધીના (Mahatma Gandhi) ભારતમાં વિશ્વાસ કરીએ છીએ, જ્યાં બધા એકબીજાથી બરાબર છે.

  પીપુલ્સ એલાયન્સ ફોર ગુપકાર ડિક્લરેશને રાજ્યમાં 28 નવેમ્બરથી યોજાનાર આગામી ડીડીસી (જિલ્લા વિકાસ પરિષદ) ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. આ વિશે બોલતા ફારુક અબ્દુલાએ કહ્યું કે અમે ગેંગ નથી પણ પાર્ટીઓનું ગઠબંધન છીએ. જે લોકો અમને ગેંગ બોલાવે છે તે સૌથી મોટો ડકેત છે અને બધાને ગેંગને રૂપમાં જોવે છે.

  આ પણ વાંચો - ખુશખબરી : Pfizer અને BioNTechની કોરોના વેક્સીન ત્રીજા તબક્કામાં 90% પ્રભાવી

  ફારુક અબ્દુલાએ કહ્યું કે અમે એકબીજાના સહયોગીના રૂપમાં ચૂંટણી લડીશું પણ એલાયન્સની બધી પાર્ટીઓને એક ચૂંટણી ચિન્હ મળી શકે નહીં. જેથી બધી પાર્ટીઓ પોત-પોતાના નિશાન પર ચૂંટણી લડશે અને સંયુક્ત ઉમેદવાર ઉભો કરશે.

  કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં ગત સપ્તાહે રાજ્યમાં જિલ્લા વિકાસ પરિષદ ચૂંટણી સાથે પંચાયત અને નગરપાલિકાની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. આ ચૂંટણી રાજ્યમાં આઠ તબક્કામાં કરાવવામાં આવશે. જમ્મુ કાશ્મીરના રાજ્ય પ્રશાસનના મુખ્ય કાર્યાલય સિવિલ સચિવાલયે સોમવારે જમ્મુથી કામ કરવાનું શરૂ કરી દીધું છે.

  જમ્મુ કાશ્મીરમાં ડીડીસી ચૂંટણી 28 નવેમ્બરથી 22 ડિસેમ્બર સુધી આઠ તબક્કામાં થશે.
  Published by:Ashish Goyal
  First published: