UP: કોંગ્રેસે આપી રિટર્ન ગિફ્ટ, સપા-બસપા-RLD માટે છોડી 7 સીટ

News18 Gujarati
Updated: March 17, 2019, 4:16 PM IST
UP: કોંગ્રેસે આપી રિટર્ન ગિફ્ટ, સપા-બસપા-RLD માટે છોડી 7 સીટ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)

કોંગ્રેસે કહ્યું કે, મોદી સરકારને ફાંસીવાદી કરાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં દેશને મળીને આ તાકાતોથી લડવાનું છે

  • Share this:
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસે રિટર્ન ગિફ્ટ તરીકે સપા, બસપા અને આરએલડી માટે સાત સીટ છોડવાની જાહેરાત કરી છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ રાજ બબ્બરે રવિવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, મૈનપુરી, કન્નોજ, ફિરોજાબાદ ઉપરાંત બસપા સુપ્રીમો માયાવતી અને આરએલડીના અજિત સિંહ અને તેમના દીકરા જયંત ચૌધરીની સીટ પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઊભા નહીં રાખે. રાજ બબ્બરે તેની સાથે જ કહ્યું કે કોંગ્રેસ બે સીટ અપના દળને આપી રહી છે.

ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની બીજી સહયોગી પાર્ટી મહાન દળની સાથે પણ સીટ સમજૂતીની વાત કોંગ્રેસ અધ્યક્ષે કહી. રાજ બબ્બરે કહ્યું કે, અમે મહાન દળની સાથે પણ વાત કરી છે. તેમનું કહેવું છે કે તેમને જે પણ સીટ કોંગ્રેસ આપશે, તેનાથી તેમને વાંધી નથી. તેઓ વિધાનસભા ચૂંટણી લડવા માંગે છે. તેઓએ કહ્યું કે તેઓ અમારા ચિન્હ પર ચૂંટણી લડશે, અમે તેની પર નિર્ણય લઈ રહ્યા છીએ.

રાજ બબ્બરે તારિક સિદ્દીકીના ફરીથી પાર્ટીમાં પ્રવેશની જાહેરાત કરી. તેઓએ ફરી એકવાર મોદી સરકારને ફાંસીવાદી કરાર કરતા કહ્યું કે આ ચૂંટણીમાં દેશને મળીને આ તાકાતોથી લડવાનું છે. બબ્બરે કહ્યું કે, 5 વર્ષ થઈ ગયા આપણે જોઈ રહ્યા છીએ કે આ દેશમાં ફાંસીવાદી તાકાતો વધી રહી છે. ફાંસીવાદી તાકાતો લોકતંત્રને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપના લોકો કહી રહ્યા છે કે 2019ની ચૂંટણી જીતીશું તો ત્યારબાદ ચૂંટણી નહીં થાય. આ માહોલની અંદર કોઈ વિપક્ષની વાત નથી સાંભળવા માંગતા. તેઓ નથી ઈચ્છતા કે કોઈ પણ વ્યક્તિ તેમની સામે વિપક્ષમાં ઊભું રહે.આ પણ વાંચો, બિહારમાં NDAએ કરી સીટોની વહેંચણી. જાણો - કોના ખાતામાં આવી કેટલી સીટ
First published: March 17, 2019, 4:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading