WHOએ કહ્યું- કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ વખત ચીને નહીં, અમે જાણકારી આપી

News18 Gujarati
Updated: July 4, 2020, 12:21 PM IST
WHOએ કહ્યું- કોવિડ-19 અંગે દુનિયાને સૌપ્રથમ વખત ચીને નહીં, અમે જાણકારી આપી
WHO હેડક્વાર્ટર (ફાઇલ તસવીર)

WHO તરફથી કહેવામાં આવ્યું કે વુહાનમાં 'વાયરલ ન્યૂમોનિયા' અંગે ચીને નહીં પરંતુ ચીન સ્થિત અમારા કાર્યાલયે સૌપ્રથમ વખત જાણકારી આપી હતી.

  • Share this:
જીનીવા : કોરોના વાયરસ (Coronavirus)ના ચેપના પ્રથમ તબક્કા વિશે ચીન પહેલા વિશ્વ આરોગ્ય સંગઠને (World Health Organization) જાણકારી આપી હતી. WHO તરફથી જણાવવામાં આવ્યું કે ચીનના વુહાનમાં ન્યૂમોનિયાના કેસ અંગે ચીને નહીં પરંતુ ચીન સ્થિત WHO કાર્યાલયે જાણકારી આપી હતી. WHO તરફથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ (US President Donald Trump)ના આરોપોને નકારવામાં આવ્યા છે. હકીકતમાં ટ્રમ્પ તરફથી WHO પર આરોપ લગાવવામાં આવ્યો છે કે ડબલ્યૂએચઓ આ મહામારીને રોકવા માટે જરૂરી જાણકારી આપવામાં નિષ્ફળ રહ્યું હતું. આ ઉપરાંત WHO તરફથી ચીન પ્રત્યે નરમ વલણ અપનાવવામાં આવ્યું છે.

નવમી એપ્રિલના રોજ WHOએ જાહેર કરી હતી સૂચના

દુનિયામાં કોરોના મહામારીને લઈને WHOના શરૂઆતના પગલાંની ટીકા થયા બાદ સ્વાસ્થ્ય સંસ્થા તરફથી પ્રથમ સૂચના નવમી એપ્રિલના રોજ જાહેર કરવામાં આવી હતી. જેમાં WHO તરફથી ફક્ત એટલું કહેવામાં આવ્યું હતું કે હુબેઈ પ્રાંતના વુહાના મ્યુનિસિપલ હેલ્થ કમિશને 31 ડિસેમ્બરના રોજ ન્યૂમોનિયાના કેસોની માહિતી આપી હતી. જોકે, એ વાત સ્પષ્ટ કરવામાં આવી ન હતી કે આ જાણકારી ચીનના અધિકારીઓ તરફથી આપવામાં આવી હતી કે પછી કોઈ અન્ય સ્ત્રોત પાસેથી મળી હતી.

આ પણ વાંચો : અમદાવાદ RTO વડાપ્રધાન મોદીની વિનંતીને પણ ગણકારતી નથી! 

31 ડિસેમ્બરના રોજ વાયરલ ન્યૂમોનિયા અંગે જાણકારી મળી હતી

વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી આ અઠવાડિયે જાહેર કરવામાં આવેલી સૂચનાઓમાં ઘટનાઓ અંગે વધારે જાણકારી આપવામાં આવી છે. જેમાંથી સંકેત મળ્યો છે કે ચીન સ્થિત WHOની ઓફિસે જ 31મી ડિસેમ્બરના રોજ 'વાયરલ ન્યૂમોનિયા; અંગે સૂચના આપી હતી. 

વીડિયોમાં જુઓ : સીએમ રૂપાણી સુરતની મુલાકાતે પહોંચ્યા

આ પણ વાંચો : બીજેપી નેતાએ ભાઈ સાથે મળીને પોલીસ સાથે કરી મારપીટ, જુઓ વાયરલ વીડિયો

વિશ્વ આરોગ્ય સંસ્થાના નિર્દેશક ટેડ્રૉસ એડહૉનમ ગીબ્રિયેસસે પ્રૅસ કૉન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે ચીન તરફથી પ્રથમ રિપોર્ટ 20 એપ્રિલના રોજ આવ્યો હતો. જેમાં એવો કોઈ ઉલ્લેખ ન હતો કે આ રિપોર્ટ ચીનના અધિકારી તરફથી મોકલવામાં આવ્યો છે કે પછી કોઈ અન્ય સ્ત્રોત તરફથી મોકલવામાં આવ્યો છે. પરંતુ જીનીવા સ્થિત સંસ્થાએ આ અઠવાડિયે નવી ક્રોનોલોજી રજૂ કરી છે, જેમાં આ ઘટના અંગે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. જેના પરથી એવો સંકેત મળે છે કે ચીન સ્થિત વિશ્વ આરોગ્ય સંસ્થાના કાર્યાલયે 31 ડિસેમ્બરના રોજ 'વાયરલ ન્યૂમોનિયા' અંગે સૂચના આપી હતી.
First published: July 4, 2020, 12:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading