Home /News /national-international /

કૂચબિહાર રેલીમાં અમિત શાહે કહ્યુ- ચૂંટણી પૂરી થવા સુધીમાં મમતા દીદી પણ ‘જય શ્રીરામ’ બોલવા લાગશે

કૂચબિહાર રેલીમાં અમિત શાહે કહ્યુ- ચૂંટણી પૂરી થવા સુધીમાં મમતા દીદી પણ ‘જય શ્રીરામ’ બોલવા લાગશે

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે બીજેપી 200થી વધુ સીટ જીતશે, જુઓ Video

ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં આ વખતે બીજેપી 200થી વધુ સીટ જીતશે, જુઓ Video

  કૂચબિહાર. પશ્ચિમ બંગાળમાં આગામી વિધાનસભા ચૂંટણી (West Bengal Assembly Elections)ને ધ્યાને લઈ ગૃહ મંત્રી અમિત શાહ (Amit Shah)એ ગુરુવારે પરિવર્તન યાત્રા (Parivartan Yatra)ની આગેવાની કરી. આ દરમિયાન રાજવંશીઓના ગઢ કૂચબિહારમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું કે આ ‘સોનાર બાંગ્લા’ બનાવવાની પરિવર્તન યાત્રા છે. અમિત શાહે દાવો કર્યો કે રાજ્યની મમત બેનર્જી સરકાર (Mamata Banerjee Government) ઘૂસણખોરી રોકવામાં નિષ્ફળ રહી છે. તેઓએ કહ્યું કે આ પરિવર્તન યાત્રા ઘૂસણખોરી રોકવાની યાત્રા છે.

  ગૃહ મંત્રીએ કહ્યું કે, આ વખતે બીજેપી બંગાળમાં 200થી વધુ સીટ જીતશે. અમિત શાહે આરોપ લગાવ્યો કે મમતા બેનર્જી બંગાળને નીચે લઈ ગયાં. સભામાં ઉપસ્થિત લોકોને અમિત શાહે અપીલ કરી કે 10 વર્ષ સુધી TMCને તક આપી. એક તક નરેન્દ્ર મોદી (પીએમ)ને આપો. અમે આપને પાંચ વર્ષમાં ‘સોનાર બાંગ્લા’ આપી દઈશું.

  આ પણ વાંચો, પેન્ગોગ લેકના ઉત્તર-દક્ષિણ કિનારા પર ડિસએન્ગેજમેન્ટની સમજૂતી થઈ- રાજનાથ સિંહ

  ચૂંટણી પૂરી થવા સુધીમાં મમતા દીદી ‘જય શ્રીરામ’ બોલવા લાગશે - અમિત શાહ

  ગૃહ મંત્રીએ કહ્યું કે, મમતા દીદીએ ખેડૂતોને મદદ પહોંચવા દીધી નહીં. તેઓએ કહ્યું કે અમારી સરકાર આવશે તો 12 હજાર રૂપિયા નહીં મળે, તે સહિત 18 હજાર રૂપિયા અપાવવા માટે પહેલી જ કેબિનેટ મીટિંગમાં નિર્ણય લઈશું. અમિત શાહે આરોપ મૂક્યો કે મમતા દીદીને રામ (Ram) નામથી પરેશાની છે. તેઓએ પૂછ્યું કે જય શ્રી રામ (Jai Shri Ram)ના નારાથી શું આપત્તિ છે. શાહે કહ્યું કે ચૂંટણી પૂરી થશે ત્યાં સુધીમાં મમતા દીદી જય શ્રી રામ બોલવા લાગશે.

  આ પણ વાંચો, ટ્વીટરે ભારત સરકારના આદેશ નહીં માન્યા તો ટૉપ અધિકારીઓની થઈ શકે છે ધરપકડ

  અમિત શાહે વધુમાં કહ્યું કે રાજ્યમાં બીજેપીની સરકાર આવવાથી રોજગારની તકો ઊભી થશે. તેઓએ દાવો કર્યો કે રાજ્યમાં સરકાર આવવાથી ખેડૂતોની આવક વધશે. તેઓએ આરોપ લગાવ્યો કે મમતાને ગુંડાઓ પર વિશ્વાસ છે. તેઓએ કહ્યું કે TMCના ‘દંગા પ્રમુખ’ની સામે બીજેપીના ‘બૂથ પ્રમુખ’ મજબૂતી સાથે ચૂંટણી લડશે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: TMC, West bengal, West bengal assembly election 2021, અમિત શાહ, ભાજપ, મમતા બેનરજી

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन