લુધિયાણાના વેક્સ મ્યૂઝિયમની આ કારણે ટિ્વટર પર ઉડી રહી છે મજાક

 • Share this:
  આ વેક્સ મ્યૂઝિયમમાં બરાક ઓબામાને લઇને અબ્દૂલ કલામ, મધર ટેરેસાથી લઇને માઇકલ જેક્સન, સલમાન ખાન અને સચિન તેંડુલકર જેવી હસ્તીઓના વેક્સ  સ્ટેચ્યૂ લગાવવામાં આવ્યા છે.

  લૂધિયાણાના એક વેક્સ મ્યૂઝિયમની તસવીરો ઇન્ટરનેટ પર ચર્ચામાં છે. ડિસેમ્બરમાં લાંબી રાહ બાદ દિલ્લીમાં મૈડમ તસાદ વેક્સ મ્યૂઝિયમ ખૂલ્યુ હતુ. જેને લઇનેલોકો એક્સાઇટેડ પણ થયા. પણ લૂધિયાણાના પ્રભાકર વેક્સ મ્યૂઝિયમ લોકો માટે મનોરંજન બની ગયુ છે. આ વેક્સ  મ્યૂઝિયમમાં બરાક ઓબામાંથી લઇને અબ્દૂલ કલામ, મધર ટેરેસાથી લઇને માઇકલ જેક્સન, સલમાન ખાન અને સચિન તેંડુલકર જેવી હસ્તીઓના સ્ટેચ્યૂ લગાવવામાં આવ્યા છે.હાલમાં જ એક ખાનગી ન્યૂઝ એજન્સીએ પ્રભાકર વેક્સ મ્યૂઝિયમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેક કરી છે. ત્યારબાદ ઇન્ટરનેટ પર લોકોએ પ્રતિક્રીયાઓ આપી આ વેક્સ સ્ટેચ્યૂ મ્યૂઝિયમની ખૂબ મજાક ઉડાવી હતી.  સોશિયલ મીડિયામાં ઉડી મજાક
  આ તસવીરોને જોઇને તમને પણ અંદાજ આવ્યો હશે કે આ વેક્સ મ્યૂઝિયમ અને તેમના વેક્સ સ્ટેચ્યૂ ઇન્ટરનેટ પર મજાકનું પાત્ર બની રહ્યુ છે. લોકોએ ટ્વીટર પર
  એક-એક વેક્સ સ્ટેચ્યૂની તુલના કરી મનોરંજન ટ્વીટ કર્યુ .  ક્યારે બન્યૂ `વેક્સ મ્યૂઝિયમ'
  પ્રભાકર `વેક્સ  મ્યૂઝિયમ' નામનું આ મ્યૂઝિયમ 2005માં બન્યૂ હતુ. આ ફાઉન્‍ડર ચંદ્રશેખર પ્રભાકરનું ઘર લૂધિયાણાના મોડલ ટાઉનમાં આવેલુ છે. વર્ષ 2000માં
  પ્રભાકરે મૈડમ વેક્સ મ્યૂઝિયમને જોયુ અને તેમને નિર્ણય કર્યો કે તે પોતાનુ મ્યૂઝિયમ ખોલે. જેનું કારણ છે કે તેમનું સ્ટેચ્યૂ દુનિયાભરમાં મશહર મૈડમ તસાદના વેક્સ સ્ટેચ્યૂ જેવુ પરફેક્ટ નથી.  પ્રભાકરે એક અંગ્રેજી ન્યૂઝ પેપરને જણાવ્યુ કે મૈડમ તસાદ મ્યૂઝિયમમાં સેલિબ્રિટીશ પોતે આવીને પોતાનુ મેઝરમેન્ટ આપે છે. તેના કારણે જ સ્ટેચ્યૂ 3d
  ડાઇમેન્શનમાં પરફેક્ટ બને છે.પણ મે આ સ્ટેચ્યૂ 1D ડાયામેન્શન અને લિમિટેડ રિસોસિર્ઝમાં બનાવ્યુ છે.

  Published by:Bhoomi Koyani
  First published: