Home /News /national-international /VIDEO: વોટરપાર્કમાં આવી 'સુનામી', 44 લોકો ઈજાગ્રસ્ત

VIDEO: વોટરપાર્કમાં આવી 'સુનામી', 44 લોકો ઈજાગ્રસ્ત

આ ઘટાન ચીનના શુયું વોટર પાર્કની છે

પાણીની લહેર એટલી ઝડપી હતી કે, કેટલાક તો વોટર પાર્કની બહાર પડી ગયા.

ચીનના એક વોટરપાર્કમાં ખરાબ વેવ મશીનના કારણે સુનામી જેવી પરિસ્થિતિ પેદા થઈ હતી. પાર્કમાં પાણીની એવી લહેર ઉછી કે 44 લોકો ઘાયલ થઈ ગયા. ઘટનાસ્થળથી જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જોઈ શકાય છે કે, ત્યાં બધે અફરા-તફરી મચી ગઈ હતી. લોકો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગી રહ્યા હતા.

આ ઘટાન ચીનની શુયું વોટર પાર્કની છે. કહેવામાં આવી રહ્યું છે કે, અચાનક વેબ મશીનમાં ખરાબી આવી ગઈ, જેના કારણે પાણીની લહેર લગભગ 10 ફૂટ ઉપર સુધી ઉઠવા લાગી. વોટર પાર્કમાં નાના બાળકોથી લઈ મોટા... દરેક વર્ગના લોકો હતા. વીડિયોમાં લોકોની ચીસો સંભળાઈ શકે છે. પાણીની લહેર એટલી ઝડપી હતી કે, કેટલાક તો વોટર પાર્કની બહાર પડી ગયા.

" isDesktop="true" id="895412" >

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, આવું વિજળી જવાથી થયું. ઉલ્લેખનીય છે કે, અચાનક લાઈટ જવાથી ઈલેક્ટ્રોનિક મશીનમાં ખરાબી આવી ગઈ. જેના કારણે વોટરપુલમાં લહેરો ઉઠવા લાગી. ચાઈના ડેલી અનુસાર, દુર્ઘટનામાં ઘાયલ થયેલા કેટલાક લોકોને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
First published: