કેરળની છોકરીઓ તરબૂચ લઈને કેમ કરી રહી છે વિરોધ?

 • Share this:
  કેરળના કોઝિકોડ સ્થિત એક કોલેજમાં પ્રોફેસર પોતાની મુસ્લીમ વિદ્યાર્થીનીઓને લઈને આપેલા નિવેદન બાદ વિદ્યાર્થીનીઓએ સોમવારે જબરદસ્ત પ્રદર્શન શરૂ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, કોઝિકોડના ફારૂખ કોલેજમાં વિદ્યાર્થીનીઓએ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા હેઠળ સોમવારે તરબૂચ માર્ચ નિકાળવામાં આવી. આ માર્ચમાં વિદ્યાર્થીનીઓ તરબૂચના ટુકડા લઈ પ્રોફેસર જોહર મુન્નિવરના નિવેદનના વિરોધમાં આ રેલી કાઢવામાં આવી હતી.

  પ્રોફેસરે એક ભાષણમાં મુસ્લીમ છોકરીઓના પહેરવેશ પર નિવેદન આપતા કહ્યું કે, આજકાલ મહિલાઓ સરખી રીતે હિજાબ પણ નથી પહેરતી. પ્રોફેસરે કહ્યું કે, જાણી જોઈને પોતાનો છાતીનો ભાગ બતાવે છે, જેમ કે ડિસપ્લે પર રાખવામાં આવેલ તરબૂચની ફાડ હોય. પ્રોફેસરે વધુમાં કહ્યું કે, કેંપસમાં 80 ટકા મુસ્લિમ વિદ્યાર્થીનીઓ છે. તે પર્દો કરે છે, પરંતુ તેને થોડો ઉપર રાખે છે, જેથી લેંગિંગ્સ દેખાય.  પ્રોફેસરે કહ્યું કે, છોકરીઓ હવે મુફ્તાહ નથી પહેરતી, પરંતુ પોતાના માથાને સ્કાર્ફ અથવા સાલથી ઢાંકે છે. તેમણે વધુમાં કહ્યું કે, મહિલાઓની છાતીનો ભાગ એક એવો ભાગ છે. જે પુરૂષોને આકર્ષીત કરે છે. ઈસ્લામ આને ઢાંકીને રાખવાનું સિખવાડે છે. પ્રોફેસરના નિવેદનવાળો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થયો. આ નિવેદન બાદ વિદ્યાર્થીનીઓ અને સ્ટાફ વચ્ચે બબાલ થઈ હતી.

  આ બાજુ સ્ટુડન્ટ યુનિયનના કાર્યકર્તાઓએ તરબૂચની બે ફાડ કરી વિરોધ પ્રદર્શન કર્યું, જ્યારે એબીવીપીના કાર્યકર્તાઓએ કોલેજ ગેટની સામે તરબૂચના ટુકડા કરી ફેંક્યા. આ બાજુ વિદ્યાર્થીઓના પ્રદર્શને રોકવા પોલીસ પણ મેદાને આવી હતી.

  કોલેજના પ્રંસિપલ સીએ જવાહરે કહ્યું કે, ભાષણ ત્રણ મહિના પહેલા કોલેજની બહાર આપવામાં આવ્યું હતું, એવામાં કોલેજ એક્શન ન લઈ શકે. તેમણે કહ્યું કે, આ મુદ્દે મને કોઈ ફરિયાદ પણ નથી મળી.
  Published by:kiran mehta
  First published: