Home /News /national-international /

પાણીમાંથી સોનું બનાવી બતાવ્યુ! જાણો વૈજ્ઞાનિકોના ચોંકાવનારા પ્રયોગ અંગે

પાણીમાંથી સોનું બનાવી બતાવ્યુ! જાણો વૈજ્ઞાનિકોના ચોંકાવનારા પ્રયોગ અંગે

(પ્રતિકાત્મક તસવીર - shutterstock)

લાંબા સમયથી વૈજ્ઞાનિક alchemy જેવા પરિણામ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ પાણીને ચમકદાર સોનામાં પરિવર્તિત કરવા માટેની સફળતા મેળવી છે

કલાની મદદથી પદાર્થ (Material)ના મૂળભૂત ગુણને બદલી શકાય છે. તેનાથી લોખંડ જેવી ધાતુ(Metals)ને સોનામાં બદલવામાં આવતી હોવાનું માનવામાં આવે છે. અલ્કેમી (alchemy)ને વિજ્ઞાનનો દરજ્જો આપવામાં આવતો નથી, પરંતુ તેમાં વિજ્ઞાનની જેમ રાસાયણિક પ્રયોગ કરવામાં આવે છે. લાંબા સમયથી વૈજ્ઞાનિક alchemy જેવા પરિણામ મેળવવાના પ્રયાસ કરી રહ્યા છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ પાણીને ચમકદાર સોનામાં પરિવર્તિત કરવા માટેની સફળતા મેળવી છે.

પ્રાગના સંશોધનકર્તાઓએ આ ઉપલબ્ધિ મેળવી છે. તેમણે ઈલેક્ટ્રોન પસાર કરતી ધાતુ પાસે પાણીનું એક લેયર બનાવ્યું હતું. કોઈપણ હાઈ પ્રેશર અને તાપમાન વગર થોડીક સેકન્ડ માટે આ સંભવ થઈ શક્યું છે. પ્રેશરનો ઉપયોગ કરીને ઈન્સ્યુલેટર પદાર્થોને ધાતુમાં પરિવર્તિત કરી શકાય છે અને પાણીનો ગુણધર્મ બદલવા માટે 48 મેગાબાર એટલે કે, 47372316 એટમોસ્ફિયરના પ્રેશરની જરૂરિયાત રહે છે.

પાણીની વિશેષ અવસ્થા હોય છે

પ્રયોગાત્મક રીતે આટલું પ્રેશર હોવું તે સંભવ નથી. આ પ્રકારનું હાઈ પ્રેશર માત્ર વિશાળ તારાઓ અને આંતરિક ભાગોમાં મળે છે. આ પરિસ્થિતિમાં અણુઓ એટલા નજીક હોય છે કે, તેઓ બાહ્ય ઈલેક્ટ્રોનની અદલાબદલી શરૂ કરે છે. ભૌતિકવિદ માને છે કે નેપ્ચ્યૂન અથવા યૂરેનસ જેવા ગ્રહમાં પાણીની એવી ધાત્વિક અવસ્થા હોય છે, કે તે યોગ્ય પરિવાહક બની જાય છે અને વિદ્યુતનું યોગ્ય રીતે પરિવહન કરવા લાગે છે.

પ્રાગના સંશોધનકર્તાઓએ કમાલ કર્યો

પ્રાગમાં ચેક એકેડેમી ઓફ સાયન્સના સંશોધનકર્તાઓએ પાણીની આ ધાત્વિક અવસ્થામાં અને સામાન્ય પરિસ્થિતિમાં માત્ર થોડીક સેકન્ડ માટેની સફળતા મેળવી છે. આ પ્રયોગમાં હાઈ પ્રેશરની જરૂરિયાત રહેતી નથી, જે અધાત્વિક પદાર્થોને ધાતુમાં પરિવર્તિત કરવાની જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો - Googleનો મોટો ફેરફાર! 27 સપ્ટેમ્બર બાદ આ એન્ડ્રોઇડ સ્માર્ટફોન પર નહીં ચાલે Youtube, Gmail

પ્રયોગશાળાની મર્યાદા

નેચર જર્નલમાં પ્રકાશિત થયેલ અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે, પ્રયોગશાળામાં પ્રાપ્ત કરેલ પ્રેશરયુક્ત પાણી વધુ સુપરઆયોનિક હોઈ શકે છે તેવું આ પ્રયોગ પરથી જાણવા મળે છે. ખૂબ જ અધિક તાપમાન અને અધિક પ્રેશર વચ્ચે પાણીની આ અવસ્થા બને છે. આ પરિસ્થિતિમાં પાણીના અણુ તૂટીને અલગ થઈ જાય છે તથા પ્રોટોનને યોગ્ય રીતે પરિવહન કરવાની સ્થિતિ ઉત્પન્ન થાય છે, પરંતુ ધાત્વિક પરિવહનતા આવતી નથી.

કેવી રીતે સંભવ થયું?

આ સંશોધનમાં સંશોધનકર્તાઓએ જણાવ્યું કે, ધાત્વિક પાણીનું વિલયન ઈલેક્ટ્રોનનું વિશાળ ડોપિંગથી સંભવ થાય છે. અધ્યયનના સહ લેખક અને ચેક એકેડેમી તથા સાયન્સના ફિઝિકલ કેમિસ્ટ પાવેલ જુંગવિર્થના કાર્યોને આગળ વધારવા માટે સંશોધનકર્તાઓએ આ શોધ કરી હતી. જુંગવિર્થે ગયા વર્ષે અમોનિયા સાથે પણ આ પ્રકારની પ્રક્રિયા કરી હતી.

સમસ્યા

નેચર અનુસાર ટીમે અનેક સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. ક્ષારીય ધાતુઓ પાણી સાથે મિશ્ર થતા વિસ્ફોટક તરીકે પ્રતિક્રિયા આપતા હતા. વૈજ્ઞાનિકોએ વિશેષ પ્રયોગાત્મક પરિસ્થિતિ માટે વિલયન બનાવ્યું જે વિસ્ફોટિત થવાની જગ્યાએ ખૂબ જ ધીમી પ્રતિક્રિયા આપતું હતું.

સોનાનું લેયર બની ગયું

તે માટે વૈજ્ઞાનિકોએ સામાન્ય તાપમાન પર સોડિયમ અને પોટેશિયમનું મિશ્રણ શૂન્ય અવકાશમાં રાખ્યું. એક સિરિન્જની મદદથી મિશ્રણના તમામ ટીપાને પાણીની થોડી વરાળ આપવામાં આવી, જેનાથી માઈક્રોમીટરના દસમાં ભાગ જેટલું મોટુ લેયર બની ગયું. આ લેયરમાં ઈલેક્ટ્રોન ખૂબ જ ગતિથી ઘનીય ધાતુ આયન સાથે પાણીમાં મિશ્ર થઈ ગયા અને માત્ર થોડી સેકન્ડમાં સોનાનું લેયર બની ગયું.
Published by:Ashish Goyal
First published:

Tags: Alchemy, Latest gujarati news, Latest News, Latest today news, ગુજરાતી ન્યૂઝ, ગોલ્ડ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन