Home /News /national-international /

Watching Porn online: પોર્ન જોવું પડી શકે છે મોંઘું, આ ઓનલાઈન fraudનો બની શકો છો ભોગ

Watching Porn online: પોર્ન જોવું પડી શકે છે મોંઘું, આ ઓનલાઈન fraudનો બની શકો છો ભોગ

પોપ-અપ યૂઝર્સ પાસે આ હેકર્સ તેમના કમ્પ્યુટરને અનલોક કરવા માટે દંડ તરીકે રૂ. 29,000ની રકમ માંગે છે. (Image- Twitter/@rajaharia)

Watching Porn May Get You Scammed: પોર્ન સાઇટ્સ સર્ફ કરી રહેલા લોકોને નકલી પોપ-અપ (fake pop-up) દેખાઈ રહ્યું છે, જેમાં ચેતવણી આપવામાં છે કે પોર્ન વીડિયો જુઓ છો માટે તમારું ‘બ્રાઉઝર લોક કરવામાં આવ્યું છે’. પોપ-અપ યૂઝર્સ પાસે આ હેકર્સ તેમના કમ્પ્યુટરને અનલોક કરવા માટે દંડ તરીકે રૂ. 29,000ની રકમ માંગે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હી. Watching Porn May Get You Scammed: જેમ જેમ ઇન્ટરનેટ (Internet)નું વિશ્વ વિક્સી રહ્યું છે તેમ તેમ ઓનલાઇન સ્કેમર્સ (Online scammers)ની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. હવે ફરી એક જૂની સ્કેમિંગ પદ્ધતિ પાછી આવી છે જેમાં હેકર્સ ઓનલાઇન પોર્ન (Online Porn) જોતા લોકોને છેતરે છે. તાજેતરના અહેવાલ મુજબ પોર્ન સાઇટ્સ સર્ફ કરી રહેલા લોકોને નકલી પોપ-અપ (fake pop-up) દેખાઈ રહ્યું છે, જેમાં ચેતવણી આપવામાં છે કે પોર્ન વીડિયો જુઓ છો માટે તમારું ‘બ્રાઉઝર લોક કરવામાં આવ્યું છે’.

    એક સુરક્ષા સંશોધકે (security researcher) લોકોને આ સ્કેમ વિશે ચેતવણી આપી છે અને તેનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં Google Chrome બ્રાઉઝરમાં એક શંકાસ્પદ URL ફુલ-પેજ પોપ-અપ તરીકે દેખાય છે.

    ટ્વિટર ઉપર ઈન્ટરનેટ સિક્યોરિટી રિસર્ચર રાજશેખર રાજહરિયા (Rajshekhar Rajaharia)એ એક રિપોર્ટ આપ્યો છે. તે અનુસાર પોપ-અપ યુઝર્સને ચેતવણી આપે છે કે પોર્ન જોવાને કારણે તેમનું બ્રાઉઝર લોક થઈ ગયું છે. પોપ-અપ યૂઝર્સને બ્રાઉઝરને અનબ્લોક કરવાના બદલામાં પૈસા માંગે છે. પોપ-અપને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તે કાયદા અને ન્યાય મંત્રાલય (Ministry of Law and Justice)નું પેજ હોય તેવું લાગે છે. અને જણાવે છે કે ડિક્રી નંબર 173-279 હેઠળ વપરાશકર્તાનું કમ્પ્યુટર ‘બ્લોક કરવામાં આવ્યું છે’. તે વપરાશકર્તાઓને ચેતવણી પણ આપે છે કે, ‘ભારતના કાયદા દ્વારા પ્રતિબંધિત સામગ્રીને જોવા અને પ્રસારિત કરવાને કારણે બ્રાઉઝર લોક કરવામાં આવ્યું છે.’



    પોપ-અપ યૂઝર્સ પાસે આ હેકર્સ તેમના કમ્પ્યુટરને અનલોક કરવા માટે દંડ તરીકે રૂ. 29,000ની રકમ માંગે છે. કહેવાઈ રહ્યું છે કે, ધમકી એટલી મોટી આપવામાં આવે છે કે જો વપરાશકર્તા દંડ ચૂકવવામાં નિષ્ફળ જશે તો જે-તે કમ્પ્યુટર કે લેપટોપની સામગ્રીને ગુનાહિત કાર્યવાહી માટે મંત્રાલયમાં ટ્રાન્સફર કરવામાં આવશે. તેમાં કહેવામાં આવે છે કે યુઝર પાસે દંડ ભરવા માટે 6 કલાકનો સમય છે.

    આ પણ વાંચો: Crime news: પત્નીએ જાણ કર્યા વગર ખરીદ્યો સ્માર્ટ ફોન, પતિએ આપી પત્નીની હત્યાની સોપારી

    મેસેજમાં ‘પેમેન્ટ ડિટેલ્સ’ વિભાગ પણ છે જ્યાં વપરાશકર્તાઓ વિઝા અથવા માસ્ટરકાર્ડ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકે છે. તેમાં કહેવામાં આવે છે કે ચૂકવણી કરવામાં આવતા જ તરત બ્રાઉઝર અનલોક થઈ જશે.

    આ કૌભાંડ દેખીતી રીતે નકલી છે અને લોકોને છેતરવા માટે કાયદા અને ન્યાય મંત્રાલયનું ખોટું નામ આપવામાં આવ્યું છે. ભારતમાં પોર્ન પ્રતિબંધિત હોવા છતાં સરકાર પ્રતિબંધિત વેબસાઇટ્સ ઓપન કરનાર લોકોને શોધવા માટે લોકોના કમ્પ્યુટરને ટ્રેક કરતી નથી. હવે ભારતમાં પણ સ્કેમર્સ માટે આ ખૂબ જ જૂની ટેકનિક છે. ગયા વર્ષે જુલાઇમાં આ જ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થયો હતો જ્યાં સ્કેમર્સે આવી જ ચેતવણી માટે લોકો પાસેથી રૂ. 3,000 માંગ્યા હતા.

    આ પણ વાંચો: ઓમિક્રોનથી સંક્રમિત 60 વર્ષથી ઓછી વયના દર્દીઓ paracetamol લઈ શકે છે: એક્સપર્ટ

    જો તમે આવા કૌભાંડમાં પડવા માંગતા ન હોવ તો પોર્ન જોવાનું ટાળવું એ સૌથી પહેલું પગલું છે. જોકે, જો આવા પોપ-અપ તમારા કમ્પ્યુટર પર દેખાય, તો સૌથી પહેલા બ્રાઉઝર વિન્ડો બંધ કરી નાખવું હિતાવહ છે. જો તેમ નથી થઈ શકે અને પોપ-અપે તમારા બ્રાઉઝર પર કબ્જો જમાવી દીધો હોય તો તમે બ્રાઉઝર માટે ટાસ્ક મેનેજર (ctrl + alt + delete) અને ‘End Task’ પર જઈ શકો છો. જો આ બંને પદ્ધતિઓ કામ ન કરે તો ફોર્સ શટ ડાઉન કરી નાખવું હિતાવહ રહેશે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Cyber scams, Cyber Security, Online fraud, કૌંભાંડ

    આગામી સમાચાર