દિલધડક વીડિયો, જુઓ કેવી રીતે વ્હીલચેર પર બેસેલા વૃદ્ધને મહિલાએ જીવના જોખમે બચાવી લીધા

દિલધડક વીડિયો, જુઓ કેવી રીતે વ્હીલચેર પર બેસેલા વૃદ્ધને મહિલાએ જીવના જોખમે બચાવી લીધા (Credit: Twitter)

આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે

  • Share this:
માનવતા મરી નથી તે ઉક્તિને સાર્થક કરતી અનેક ઘટનાઓ પ્રકાશમાં આવે છે. તાજેતરમાં જ એક વૃદ્ધને એસ્કેલેટર પરથી નીચે પડતા બચાવી લેનાર મહિલાનો વીડિયો વાયરલ થયો છે. લોકો મહિલાના આ પરાક્રમને વધાવી રહ્યા છે. આ વીડિયો સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ ગયો છે. વીડિયોમાં જોવા મળે છે કે, વ્હીલચેર પર બેસેલા વૃદ્ધ એસ્કેલેટર પરથી ગબડી પડે છે. જોકે, ત્યાં કાઉન્ટર પર કામ કરતી બે મહિલાઓ તેમને સમયસૂચકતા વાપરી બચાવી લે છે.

એક મહિલા પડી રહેલા વૃદ્ધ તરફ દોડી જાય છે. તુરંત વ્હીલચેર સામે સુઈ જઈ તેને રોકી લે છે. પરિણામે વૃદ્ધ હેમખેમ બચી જાય છે. ઇજાઓ થતી નથી. આ મહિલાની સાથે અન્ય એક મહિલા પણ વૃદ્ધને બચાવવા અસરકારક ભૂમિકા ભજવે છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ દ્વારા શેર થયેલી પોસ્ટ મુજબ વૃદ્ધની ચીસો સાંભળીને મહિલા વ્હીલચેરને આગળ જતું અટકાવવા દોડી ગઈ હતી. જોકે, ગગડી રહેલું વ્હીલચેર એક બાળક સાથે અથડાયું હતું. જેથી તે બાળકને ઇજા પહોંચી હતી. વ્હીલચેર પર રહેલા વ્યક્તિને કંઈ વાગ્યું છે કે નહીં તેની ખાતરી કર્યા બાદ મહિલા તુરંત પડી ગયેલા બાળકને ઉભું કરવા દોડી હતી.

આ પણ વાંચો - ક્વિન એલિઝાબેથનો જન્મદિવસ વર્ષમાં બે વખત ઉજવવાનું કારણ શું? જાણો રોચક તથ્યવ્હીલચેર પરના વૃદ્ધને વાગ્યું નથી. બાળકને નાની ઇજા થવા પામી છે તેવું મહિલા જણાવ્યું હતું. મહિલાએ ન્યૂઝ વેબસાઇટને વધુમાં જણાવ્યું કે, મને ઇજા થશે તેની મને કોઈ પરવા નહોતી, હું તેમને બચાવવા માંગતી હતી.

આ વીડિયો શેર થયાના તુરંત બાદ જ વાયરલ થઈ ગયો હતો. લોકોએ વીડિયો અંગે ખૂબ સકારાત્મક રીએક્શન આપ્યા છે. વીડિયોને શેર કરતી વખતે એક યૂઝરે લખ્યું છે કે, પોતાને જોખમમાં મૂકી ત્વરિત પરફેક્ટ બચાવ કર્યો. તેણે વધુમાં ઉમેર્યું કે અન્ય મહિલા શરૂઆતમાં બીજી દિશામાં જઇ રહી હતી, પરંતુ તે પણ ઝડપથી રેસ્કયુ મિશનમાં જોડાઈ ગઈ હતી. અન્ય એક યુઝરે મહિલાની બહાદુરીની પ્રશંસા કરી તેને રિયલ હીરો ગણાવી છે.

ઉલ્લેખનીય છે કે, આવો જ એક વીડિયો થોડા સમય પહેલા વાયરલ થયો હતો. જેમાં રેલવે ટ્રેક પર પડેલા બાળકને એક વ્યક્તિએ સમયસૂચકતા વાપરી બચાવ્યું હતું. બાળક સાથે ટ્રેનની ટક્કર થવાની જ હતી એ પહેલાં વ્યક્તિએ પોતાની જાતને જોખમમાં મૂકી તેને બચાવી લીધું હતું.
First published: