આપણી આસપાસ આપણે ઘણા અબોલ જીવોની સેવાના કાર્યો સાથે જોડાયેલા લોકોને જોઇએ છીએ. તેમના કાર્યો અને સેવા આપણને આજે પણ દુનિયામાં રહેલી માણસાઇની રૂબરૂ કરાવે છે. આવા માણસાઇનો દીવો પ્રગટાવતા અનેક વીડિયો આજકાલ સોશિયલ મીડિયામાં વાયરલ (Social Media) થતા જોઇ શકાય છે. જેમ કે એક ઉદાહરણ તરીકે મધર ધ માઉન્ટેન ફાર્મ દ્વારા પોસ્ટ કરાયેલ ઇન્સ્ટાગ્રામ વીડિયોમાં એક સુંદર બતક (Duck Viral Video) જોઈ શકાય છે. આ વીડિયો તમારા ચહેરા પર ચોક્કસ સ્માઇલ લાવશે અને તમારો દિવસ પણ સુધારી દેશે. આ બતકનું નામ છે બી. વીડિયો (Viral Video)દ્વારા જે માહિતી બહાર આવી છે તે મુજબ આ બતકને પીંછાની સમસ્યા છે, જેથી તે પોતાને વોટરપ્રૂફ રાખી શકતી નથી અથવા કહી તો પાણીમાં ભીંજાયા બાદ તે પોતાના પીંછા સૂકવી શકતી નથી.
આ વીડિયોના કેપ્શનમાં જણાવ્યું છે કે, ”બીને પીછાની કોઇ એવી સમસ્યા છે, જેના કારણે તે પોતાના પીંછા સૂકવી શકતી નથી. તેથી મેં તેના માટે એક રેઇનકોટ બનાવ્યો (Woman makes raincoat for duck with feather condition) છે.” બતકને તેનું ધ્યાન રાખનાર માણસને ફોલો કરતું જોઇ શકાય છે. આ વીડિયોને વર્ણવવા આમ તો શબ્દો ઓછા છે. તેથી જૂઓ માણસ અને પ્રાણીઓ વચ્ચે પ્રેમ સંબંધનો એક અનોખો નજારો આ વીડિયોમાં..
15 મેના રોજ વીડિયો શેર કરવામાં આવ્યા પછી આ વીડિયોને 4.5 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને ઘણા લોકોએ આ પ્રકારની સેવાને જોઇને તેની પ્રશંસા કરવા માટે કમેન્ટ સેક્શન હાઉસફુલ કરી દીધો છે. એક યુઝરે લખ્યું કે, “જ્યારે તમને લાગે કે હવે તમારું પેજ ક્યુટ નથી.” તો અન્ય એક યુઝરે કમેન્ટ કરી છે, “આ વીડિયો કાફી છે એક માણસની આંખમાં આંસુ લાવવા.” જ્યારે અન્ય એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કમેન્ટ કરી કે, “હું પણ કંઇક આવું કરવા માંગુ છું”.
લોકો હજુ પણ આ વીડિયોને વધુને વધુ શેર અને લાઇક કરી રહ્યા છે. અબોલ પક્ષીની મદદ કરનાર માણસ પર પણ લોકો વાહવાહીનો વરસાદ કરી રહ્યા છે. તો ઘણા લોકો ક્યૂટ બતક પ્રત્યે સંવેદના વ્યક્ત કરી રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર