Home /News /national-international /ઘરમાં ઘૂસેલા ચોરને હિંમતભેર ભગાડનાર દંપતી કોણ છે?

ઘરમાં ઘૂસેલા ચોરને હિંમતભેર ભગાડનાર દંપતી કોણ છે?

વૃદ્ધ દંપતિએ ચોરોનો સામનો કર્યો હતો તેની તસવીર

સોશિયલ મીડિયામાં તમિલનાડુના વૃદ્ધ દંપતિનો આ વીડિયો થઇ રહ્યો છે ખૂબ જ વાયરલ. ત્યારે આ ડેરિંગ કરનાર દંપતીને રિયલ સ્ટોરી વાંચો અહીં

સોશિયલ મીડિયામાં હાલ તમિલનાડુનો આ એક વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વયોવૃદ્ઘ દંપતી ખૂબ જ હિંમતભેર રાત્રે ઘરમાં ઘૂસી આવેલા બે ચોરને મારી મારીને ભગાડે છે. આ વીડિયોમાં સીસીટીવી કેમેરામાં દેખાય છે કે રાત્રિના સમયે ચોર હાથમાં મોટા છરાને લઇને આવે છે. અને વૃદ્ધનું ગળું પાછળથી દબાવે છે. તેમ છતાં વૃદ્ઘ બૂમો પાડી તેની પત્નીને બોલાવે છે. તેની પત્ની ઘરની બહાર આવી ચોર પર ખુરશી, ચંપલથી હુમલો કરે છે. જેના કારણે વૃદ્ધના ગળાનો ફંદો છૂટે છે અને પછી બંને ભેગા મળીને ચોર પર સ્ટૂલ, ખુરશીથી તેવો હુમલો કરે છે કે ચોરી નાસી છૂટે છે.



જો કે આ વીડિયોમાં જે વૃદ્ધ બેઠા છે તે 70 વર્ષીય શનમુગાવેલ છે. જેને ચોર પાછળની આવી ગળું દબાવે છે. અને પતિનો અવાજ સાંભળી ઘરની બહાર દોડી આવેલ 65 વર્ષીય દાદીનું નામ છે સેન્થમરાય છે. તેમણે જણાવ્યું કે 40 વર્ષથી તે અહીં રહે છે. તેમનું ઘર ગામથી થોડું દૂર આવ્યું છે. અને માટે જ તે આવી ઘટનાઓ માટે હંમેશા તૈયાર રહે છે. જો કે આ ઘટના પછી તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જ્યારે સેન્થમરાયને પુછવામાં આવ્યું કે કે તે હથિયારબંધ ચોરને જોઇને ડર્યા નહીં તો સેન્થમરાયે જણાવ્યું કે તે તેમના પતિને ખૂબ જ પ્રેમ કરે છે અને આ વાતે જ તેમને ચોર સામે લડવા હિંમત આપી. જે પણ હોય હાલ તો સોશિયલ મીડિયામાં આ વાયરલ વીડિયો જોઇ બધા આ વૃદ્ધ દંપતિને હિંમતને સલામ કરી રહ્યા છે!
First published:

Tags: Social media, Tamil Nadu, તમિલનાડુ, વાયરલ વીડિયો, વીડિયો