રાયપુર : વાહનના પૈડામાં હવા ભરતી (Filling Air in Tire) વખતે સાવચેતી રાખવી જરૂરી છે. નાની બેદરકારી પણ જીવ લઈ શકે છે. ટાયરમાં હવા ભરતી સમયે હવાનું દબાણ ખૂબ ઊંચું હોય છે અને તેથી બ્લાસ્ટ થવાની શક્યતા પણ તેટલી જ વધુ હોય છે. ત્યારે ટાયર ફાટવાથી ગમખ્વાર અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. ટાયરમાં હવા ભરતી વખતે અચાનક ટાયર ફાટ્યું (tire Exploded while filling Air) હતું. જેના કારણે બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ઘટના છત્તીસગઢના (chhattisgarh)રાયપુર (raipur)ની છે.
રાયપુરના ઔદ્યોગિક વિસ્તાર સીતલતરાના ધનકુલ સ્ટીલ ઉદ્યોગની બહાર બે લોકો ટાયરમાં હવા ભરી રહ્યા હતા. ટાયરની ઉપર એક વ્યક્તિ બેઠો હતો. મશીન દ્વારા લાંબા સમય સુધી હવા ભરી રહ્યાં હતાં. તેના પર બેઠેલા વ્યક્તિને ટાયરમાં હવાના દબાણનો ખ્યાલ નહોતો અને તે સતત હવા ભરી રહ્યો હતો.
ટાયર ફાટતા 10 ફૂટ ઊંચા ફેંકાયા બંને વ્યક્તિઓ
આ દરમિયાન તેનો એક સાથીદાર દેશી સ્ટાઇલમાં ટાયરની હવા તપાસવા આવ્યો હતો. પહેલા સળિયા વડે ટાયરને ફટકાર્યું અને તેને દબાવવાનું શરૂ કર્યું હતું. ત્યાં અચાનક ટાયર ફાટી ગયું હતું. બ્લાસ્ટ થતાની સાથે જ બંને જણા લગભગ 10 ફૂટ ઉપરથી બોલની જેમ ઉછળ્યા હતા અને પછી નીચે પડી જવાથી બંનેના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. આ સમગ્ર અકસ્માત રાયપુર ઘનકુલ સ્ટીલ નામની ફેક્ટરીમાં થયો હતો. ઘટના મંગળવારે બપોરે બની હોવાનું કહેવાય છે. " isDesktop="true" id="1206262" >
પ્રાપ્ત વિગતો અનુસાર, જેસીબીના ટાયરમાં હવા ભરવામાં આવી રહી હતી. બંને યુવકો મધ્યપ્રદેશના રીવા જિલ્લાના રહેવાસી હોવાનું કહેવાય છે.
એક બાદ એક અકસ્માતોનો દોર યથાવત
ઔદ્યોગિક ક્ષેત્રમાં અકસ્માતો નવી વાત નથી. કેટલાક દિવસોથી કોઈ ઈન્ડસ્ટ્રીમાં અકસ્માતને કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે. સોમવારે, નંદન સ્ટીલમાં ગેસ ફાયર ફાટવાને કારણે એક કામદારનું મૃત્યુ થયું હતું. આ પછી મંગળવારે ઘનકુલ સ્ટીલમાં બે કામદારોના મોત થયા હતા અને બુધવારે સવારે API ઇસ્પાત અને પાવરમાં અકસ્માતમાં એક કામદાર ખરાબ રીતે દાઝી ગયાના સમાચાર છે, જેને ગંભીર હાલતમાં રાયપુરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર