Home /News /national-international /જે ફ્લાઇટમાં સફર કરી રહ્યા હતા માતા-પિતા, તે પ્લેનને ઉડાવી રહ્યો હતો પુત્ર, પછી બની આવી ઘટના

જે ફ્લાઇટમાં સફર કરી રહ્યા હતા માતા-પિતા, તે પ્લેનને ઉડાવી રહ્યો હતો પુત્ર, પછી બની આવી ઘટના

પાયલટ કમલ કુમારે આ આખી ઘટના પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે

viral video - માતા-પિતા પોતાની ફ્લાઇટમાં સવાર થઇ ગયા પણ તે એ વાતથી અજાણ હતા કે તેમનો પુત્ર વિમાન ઉડાવવા જઈ રહ્યો છે

નવી દિલ્હી : દરેક પુત્ર પોતાના માતા-પિતાને આખા જગતની ખુશીઓ આપવા માંગતો હોય છે. હંમેશા પોતાના માતા-પિતાને ગૌરવનો અનુભવ કરાવવા માંગતા હોય છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર હાલ વાયરલ થઈ રહ્યા છે. એર એરેબિયા (Air Arabia) ફ્લાઇટના પાયલટે (Pilot)પોતાના માતા-પિતા સાથે અચાનક મુલાકાત કરીને તેમના ચહેરા પર મુસ્કાન લાવી દીધી હતી. માતા-પિતા પોતાની ફ્લાઇટમાં સવાર થઇ ગયા પણ તે એ વાતથી અજાણ હતા કે તેમનો પુત્ર વિમાન ઉડાવવા જઈ રહ્યો છે. આ પછી પાયલટ પુત્રએ પોતાના માતા-પિતાને કોકપીટમાં પણ બેસાડ્યા હતા. પાયલટ પોતાના માતા-પિતાને રાજસ્થાનના જયપુરમાં તેમના ઘરે લઇ ગયો હતો.

પાયલટ કમલ કુમારે  ઘટના પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરી

પાયલટ કમલ કુમારે આ આખી ઘટના પોતાના ઇંસ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. વીડિયોની શરૂઆત તેની માતાની વિમાનમાં પ્રવેશ કરવાની અને પોતાના પુત્રને શોધવાની સાથે થાય છે. તે થોડા સમય માટે રોકાય છે અને ખુશીથી પુત્રનો હાથ પકડીને હસે છે. ક્લિપમાં કોકપીટની અંદર પોતાના પરિવારના સભ્યો સાથે બેસેલા પાયલટની તસવીર પણ જોવા મળી રહી છે. વીડિયોમાં લખ્યું છે કે ફ્લાઇટમાં આશ્ચર્યચકિત પરિવાર અને તેમને ઘરે લઇ જવામાં આવી રહ્યા છે. આ કેપ્શન સાથે વીડિયો શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે જ્યારથી મેં ઉડાન ભરવાની શરુ કરી છે ત્યારથી હું તેની રાહ જોઈ રહ્યો હતો અને આખરે મને તેમને જયપુર પાછા ઘરે લઇ જવાની તક મળી. આ એક સારો અનુભવ છે.

આ પણ વાંચો - માત્ર 5 કલાકમાં પૂર્ણ થશે ઉદયપુર-અમદાવાદની મુસાફરી, પ્રવાસીઓ માણી શકશે સુંદર નજારાઓનો આનંદ








View this post on Instagram






A post shared by Kamal Kumar (@desipilot11_)






ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ

ક્લિપને અત્યાર સુધીમાં 95,000થી વધારે લાઇક્સ મળી ચૂક્યા છે. લોકોએ કોમેન્ટ બોક્સમાં પણ રસપ્રદ જવાબો આપ્યા છે. સાથે વીડિયો શેર કરીને લખ્યું કે તેને કેટલો ખુશ કરે છે. એક યુઝરે વીડિયો જોયા પછી લખ્યું કે દરેક મહત્વકાંક્ષી પાયલટનું સપનું. અન્ય એક યુઝરે લખ્યું કે અત્યાર સુધીનો સૌથી સારો અનુભવ. અન્ય એક યુઝરે લખ્યું કે આજે પણ યાદ છે તે દિવસો જયારે માતા પ્રથમ વખત ફ્લાઇટમાં બેસ્યા હતા. કમાલની વાત છે.
First published:

Tags: Social media, Viral

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો