Home /News /national-international /હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા
હ્યદય દ્વાવક Video : મહાવતનું નિધન થતા અંતિમ દર્શને આવ્યો હાથી, 20 Km ચાલ્યો હોવાનો દાવો, ભાવુક દૃશ્યો સર્જાયા
પલ્લત બ્રહ્મદઘન હાથી સાથે તેના મહાવત ઓમાન ચેતનની ફાઇલ તસવીર
કેન્સરથી પીડિત મહાવતના મૃત્યુ બાદ એકલા પડી ગયેલા હાથીની વ્યાકુળતા સમજી તેને પોતાના મહાવતના અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યો હતો. પ્રાણી અને માણસ વચ્ચે બંધાતા લાગણીની અતૂટ તાંતણાનો અનોખો કિસ્સો
સાક્ષી સુદરિયાલ : જંગલી કે પાલતુ પ્રાણીના માણસ સાથેના પ્રેમના અનેક કિસ્સાઓ આપણી સમક્ષ આવ્યા છે. પ્રાણીને પણ લાગણીઓ હોય છે અને ખાસ કરીને તેના માલિક માટે તે ભાવુક હોય છે એટલે જે જ્યારે તેના માલિક પ્રાણીને છોડીને જાય ત્યારે પ્રાણીઓ પણ ભાવુક થાય છે. આવી જ એક ઘટના કેરળના (Kerala) કોટ્ટાયમમાં (Kottayam) સામે આવી છે. અહીંયા કેન્સરની (Cancer) બીમારીથી પીડિત એક મહાવતનું ( Mahout) મૃત્યુ થયું હતું. પોતાના માલિક વગરલ વ્યાકુળ બની ગયેલા હાથીને તેના ઘરથી સુધી 20 કિલોમીટર સુધી ચાલીને લઈ આવવામાં આવ્યો હતો. જોકે, મહાવતના અંતિમ દર્શન જ્યારે વિશાળકાય હાથી આવી પહોંચ્યો ત્યારે લાગણી સભર દૃશ્યો સર્જાયા હતા. આ વીડિયો (Viral) સોશિયલ મીડિયામાં વાયરલ (Video Viral) થયો છે. જોઈને તમે પણ ભાવુક થઈ જશો.
બનાવની વિગતો એવી છે કે કોટ્ટાયમના ઓમાનચેતનનું 3 જુનના રોજ અવસાન થયું હતું. 74 વર્ષના ઓમાનચેતનનું સાચું નામ કુન્નક્ડ દામોરન નાયર ઉર્ફે ઓમાન ચેતન હતું. તેમને પોતાના હાથીઓ વિશે વિશેષ પ્રેમ હતો. કહેવાય છે કે ઓમાન ચેતન છેલ્લા 60 વર્ષથી હાથીઓની દેખભાળ કરતા હતા. આજ કારણ છે કે હાથીઓને પણ તેમની સાથે ખૂબ પ્રેમ હતો. ઓમાનચેતનને તેના તમામ હાથીઓમાં સૌથી વધુ લગાવ પલ્લત બ્રહ્મદઘન નામના હાથી સાથે હતો.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 4, 2021
ઓમાન ચેતનના મોત બાદ પલ્લત બ્રદધન વ્યાકુળ હતો. દરમિયાન તેના અન્ય મહાવતે નક્કી કર્યુ કે તેને ઓમાનચેતનના અંતિમ દર્શન લઈ જવો જોઈએ. હાથીના રહેણાંકથી મહાવતનું ઘર 20 કિલોમીટર દૂર હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, આ હાથી 20 કિલોમીટર ચાલીને આવ્યો અને તેણે પોતાના માલિકને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી. હાથી જ્યારે ઘરના આંગણે પહોંચ્યો ત્યારે સૌ કોઈ ચોંધાર આંસુઓએ રડી પડ્યા હતા.
હાથીએ માલિકના પાર્થિવ શરીર પાસે પહોંચી અને સૂંઢ પણ હલાવી અને શ્રદ્ધાંજલિ આપી. આ દૃશ્યો માનવ અને પ્રાણી વચ્ચે બંધાતા અતૂટ પ્રેમની મિસાલના છે. હાથી આમ તો જંગલી પ્રાણીના વર્ગમાં આવે છે પરંતુ તે મહાવતો સાથે પ્રેમભાવથી રહે છે.
આ વીડિયોને ભારતીય ફોરેસ્ટ સર્વિસના અધિકારી અને સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિયતા ધરાવતા પ્રવીન કાસવાને પણ શેર કર્યો હતો. આ હાથીને તેના મહાવતે 24 વર્ષ સુધી સાચવ્યો હોવાનો પણ યૂઝરોએ કોમેન્ટમાં દાવો કર્યો હતો તેથી જ આવા લાગણી સભર દૃશ્યો જોવા મળ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર