Home /News /national-international /Video: નોઇડાના ટ્વિન ટાવરની જેમ જ ગણતરીની સેકન્ડમાં જ પૂણેનો ચાંદની ચોક બ્રિજ ધ્વસ્ત, 600 કિલો વિસ્ફોટક વપરાયું

Video: નોઇડાના ટ્વિન ટાવરની જેમ જ ગણતરીની સેકન્ડમાં જ પૂણેનો ચાંદની ચોક બ્રિજ ધ્વસ્ત, 600 કિલો વિસ્ફોટક વપરાયું

પૂણેના ચાંદની ચોક બ્રિજને ધ્વસ્ત કરવામાં આવ્યો.

Chandni Chowk Bridge Blast: દસકાઓ જૂના ચાંદની ચોક પુલને આખરે ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. તેમાં 1300 જગ્યાએ 600 કિલો વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો. પુલને ઉડાવતા પહેલાં કલમ 144 લગાવવામાં આવી હતી, જેથી અવરજવર રોકી શકાય. મુંબઈ-પૂણે રૂટ પર સ્થિત આ પુલ ટ્રાફિક જામનું કારણ બની ગયો હતો. હવે તેની જગ્યાએ નવો બ્રિજ બનાવાશે.

વધુ જુઓ ...
    પૂણેઃ મહારાષ્ટ્રના મુંબઈ-પૂણે રૂટ પર સ્થિત ચાંદની ચોક બ્રિજને ઉડાડી દેવામાં આવ્યો છે. આ પુલ ટ્રાફિક જામને કારણે બનાવવામાં આવ્યો હતો. ત્યારે હવે તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી વાહનોની અવરજવર સુચારુ રીતે ચાલતી રહે. ઉલ્લેખનીય છે કે, પુલને ધ્વસ્ત કરવામાં 600 કિલો વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ વિસ્ફોટકોમાં પુલ પર 1300 જગ્યાએ વિસ્ફોટક લગાવવામાં આવ્યો હતો. પુલને ઉડાવતા પહેલાં ત્યાં કલમ 144 લગાવવામાં આવી હતી, જેથી કોઈપણ પ્રકારે અવરજવર થઈ શકે નહીં. શનિવારે અડધી રાત પછી આ પુલને ધ્વસ્ત કરવામાં આવ્યો છે. કેટલીક સેકન્ડમાં જ દસકાઓ જૂનો ચાંદની ચોક બ્રિજ જમીનદોસ્ત થઈ ગયો હતો. જે રીતે નોઇડાના ટ્વીન ટાવરને પાડવામાં આવ્યો હતો, તે જ રીતે પૂણેના ચાંદની ચોક બ્રિજને પણ વિસ્ફોટકોની મદદથી ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.

    કંટ્રોલ એક્સપ્લોઝન ટેક્નિકનો ઉપયોગ કર્યો


    પૂણેના કલેક્ટર રાજેશ દેશમુખના જણાવ્યા પ્રમાણે, એડિફિસ એન્જિનિયરિંગે પુલને બ્લાસ્ટની મદદથી પાડવામાં સફળતા મેળવી છે. ઉલ્લેખનીય છે કે, ચાંદની ચોક બ્રિજને ધ્વસ્ત કરવાની જવાબદારી એડિફિસ એન્જિનિયરિંગને સોંપવામાં આવી હતી. બ્રિજ કંટ્રોલ એક્સપ્લોઝન ટેક્નિકની મદદથી ધ્વસ્ત કરવામાં આવ્યો હતો. ચાંદની ચોક જમીનદોસ્ત થથા જ ઘટનાસ્થળે ધૂળના ગોટેગોટા ઉડ્યા હતા. ચારે તરફ ધૂળ જ ધૂળ દેખાતી હતી. નુકસાન થવાની સંભાવનાને કારણે પહેલેથી જ આ વિસ્તારમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો હતો. આ રૂટ પર વાહનવ્યવહાર પણ રોકી દેવામાં આવ્યો હતો.


    નવો બ્રિજ બનાવવામાં આવશે


    પૂણે સ્થિત ચાંદની ચોક બ્રિજ દસકાઓ જૂનો છે. આ પુલ મુંબઈ-પૂણે માર્ગ પર આવેલો હતો. સમય સાથે વાહનોનું દબાણ વધવાથી આ પુલ ટ્રાફિક જામનું કારણ બન્યો હતો. ત્યારે સામાન્ય દિવસોમાં પણ અહીં કિલોમીટર લાંબો ટ્રાફિક જામ થતો હતો. પુલ સાંકડો હોવાને કારણે હાલત બગડતી જતી હતી. વાહનોની વધતી સંખ્યાએ પ્રશાસનને તેની જગ્યાએ નવો બ્રિજ બનાવવા માટે મજબૂર કરી નાંખ્યું હતું. ત્યારે આ બ્રિજને વધુ પહોળાઈ સાથે બનાવવાના પ્લાનને લીલીઝંડી આપવામાં આવી છે. ત્યારબાદ આ પુલને ધ્વસ્ત કરવાની યોજના પર કામ ચાલુ હતુ.
    Published by:Vivek Chudasma
    First published:

    Tags: Maharashtra News, Pune, Pune news

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन