નવી દિલ્હી : દિલ્હીના (Delhi)ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. IGI ટર્મિનલ T-2 પર ઇન્ડીગોના નોઝ એરિયાની નીચે ગો ગ્રાઉન્ડમાં મારુતિની ગાડી પાર્ક કરેલી જોવા મળી રહેલી છે. આ વિમાન દિલ્હીથી પટના જવા માટે ઉડાન ભરવાનું હતું. આ સંબંધમાં હાલ એરપોર્ટ અધિકારીઓ તરફથી કોઇ જાણકારી આવી નથી.
કાર વિમાનના નોઝ વ્હિલ (આગળના પૈડા)થી ટકરાવવાથી બાલ બાલ બચી છે. જોકે આ દુર્ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. પણ એ સવાલ ઉઠી રહ્યો છે કે આ કાર કેવી રીતે પહોંચી ગઇ?
વિમાન કે કારને નુકસાન નહીં
એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું કે ડીજીસીએ મામલાની તપાસ કરશે. અધિકારીઓએ કહ્યું કે દારૂના સેવન માટે કાર ચાલકનું બ્રેથ એનાલાઇઝર ટેસ્ટ પણ કરવામાં આવ્યો છે પણ તે નેગેટિવ આવ્યો છે. એટલે કે કાર ચાલકે દારૂ પીધો ન હતો. સૂત્રોના મતે વિમાનને કોઇ નુકસાન થયું નથી. આ ઘટના એરપોર્ટના ટર્મિનલ-2ના સ્ટેન્ડ નંબર 201 પર થઇ છે.
#WATCH | A Go Ground Maruti vehicle stopped under the nose area of the Indigo aircraft VT-ITJ that was parked at Terminal T-2 IGI airport, Delhi. It was an Indigo flight 6E-2022 (Delhi–Patna) pic.twitter.com/dxhFWwb5MK
માનવામાં આવે છે કે વીડિયો કોઇ યાત્રા દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.
પટના જઇ રહ્યું હતું વિમાન
આ વિમાન મંગળવારે સવારે દિલ્હીથી પટના માટે રવાના થવા માટે તૈયાર હતું. ત્યારે ગો ફર્સ્ટની એક કાર તેની નીચે આવી ગઇ હતી. જોકે તે નોઝ વ્હીલથી ટકરાવવાથી બચી ગઇ હતી. વિમાન કંપની તરફથી હજુ સુધી કોઇ નિવેદન સામે આવ્યું નથી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર