Home /News /national-international /કારે બાળકને બે વાર કચડી નાખ્યું, છતાં બચી ગયો જીવ, જુઓ રુવાંટા ઉભા કરી દે તેવો Video

કારે બાળકને બે વાર કચડી નાખ્યું, છતાં બચી ગયો જીવ, જુઓ રુવાંટા ઉભા કરી દે તેવો Video

તમિલનાડુમાં (tamilnadu)થયેલા એક અકસ્માત (Accident Video)નો વીડિયો સામે આવ્યો છે

Accident Video - આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે

ચેન્નઇ : તમિલનાડુમાં (tamilnadu)થયેલા એક અકસ્માત (Accident Video)નો વીડિયો સામે આવ્યો છે. શનિવારે રસિપુરમ (Rasipuram) નજીક પટ્ટનમ (Pattanam) ખાતે બે વર્ષનું બાળક રમતાં-રમતાં કાર ની નીચે આવી ગયું હતું. કારનો ચાલક (Car driver) કારને રિવર્સ લેતો હતો, ત્યારે ચાલકને બાળક દેખાયુ નહીં. જેથી બાળક કાર સાથે અથડાઇને પાછળના ટાયરની નીચે આવી ગયું હતું. વીડિયોમાં દેખાય છે તેમ થોડી ક્ષણો પછી ચાલક ફરી કારને આગળ લે છે અને બાળક પર ફરીથી ગાડી ફરી વળે છે. આ ઘટના બાદ ગ્રામજનો અને બાળકના પિતા હોસ્પિટલ લઈ ગયા હતા. અકસ્માત કરનાર ચાલકની ઓળખ સામે આવી નથી.

આ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા બાળકની ઓળખ પટ્ટનમ ગામના કે.ધરૂન તરીકે થઈ છે. બાળકના પિતા કન્નન ગામમાં લોન્ડ્રીની દુકાન ચલાવે છે. આ અકસ્માત અંગે રસિપુરમના પોલીસ ઇન્સ્પેક્ટર સુગાવનમેના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં બાળકના આંતરડાને નુકસાન થયું છે. કરોડરજ્જુ અને પાંસળીના હાડકામાં ફ્રેક્ચર થયું છે. ધરૂન તેના પિતાની દુકાનની નજીક શેરીમાં રમી રહ્યો હતો, ત્યારે એક કારે તેને કચડી નાખ્યો હતો. ચાલકે કારને આગળની તરફ લીધી ત્યારે કાર ફરી એકવાર બાળકની ઉપરથી પસાર થઈ ગઈ હતી. અકસ્માતને જોતા લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ડ્રાઇવરે કારને અટકાવી હતી.

આ પણ વાંચો - સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડમાં ગુજરાત કનેક્શન? પોલીસને મળી મોટી સફળતા



પોલીસ ઇન્સ્પેક્ટર સુગાવનમે વધુમાં જણાવ્યું હતું કે, આ અકસ્માત બાદ ગ્રામજનો અને કન્નન બાળકને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાંથી તેને વધુ સારવાર માટે કોઈમ્બતુરની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો.

આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રસીપુરમ પોલીસે ગુનો નોંધવા માટે કન્નનનો સંપર્ક કર્યો હતો. પરંતુ માતાપિતા ફરિયાદ આપવા તૈયાર ન હતા, જેના કારણે કોઈ કેસ નોંધ્યો નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોને લઇને અનેક યુઝર્સની પ્રતિક્રિયા મળી રહી છે. યુઝર્સ બાળકની ઝડપી રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યા છે. તો કેટલાક યુઝર્સે ચાલકનો વાંક ગણાવ્યો છે.
First published:

Tags: Accident CCTV, Accident News

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો