જ્યારે એક Starમાં થયો જોરદાર વિસ્ફોટ, NASAએ જાહેર કર્યો Video

NGC 2525 ગેલેક્સીમાં જોવા મળેલા સુપરનોવામાં સૂર્યથી 5 અબજ ગણી વધુ ચમક જોવા મળી

NGC 2525 ગેલેક્સીમાં જોવા મળેલા સુપરનોવામાં સૂર્યથી 5 અબજ ગણી વધુ ચમક જોવા મળી

  • Share this:
    વોશિંગટનઃ અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસા (NASA)એ એક તારામાં થયેલા ભીષણ વિસ્ફોટનો અદ્ભૂત વીડિયો રેકોર્ડ કર્યો છે. NASA મુજબ આ બ્લાસ્ટ ધરતીથી લગભગ 7 કરોડ પ્રકાશ વર્ષના અંતરે સ્થિત SN 2018gv સુપરનોવામાં થયો હતો અને આ પહેલા આ પ્રકારનો વીડિયો નહીં જોવા મળ્યો. નોંધનીય છે કે સુપરનોવા કોઈ તારામાં થયેલા ભયંકર વિસ્ફોટને કહે છે અને તે સુપરનોવા NGC 2525 ગેલેક્સીમાં જોવા મળ્યો. આવા જ એક વિસ્ફોટ બાદ પૃથ્વીનો જન્મ થયો છે એવું માનવામાં આવે છે.

    NASAના જણાવ્યા મુજબ, સુપરનોવા SN 2018gvની શોધ પહેલી વાર 2018માં જાપાનના એક ખગોળ વિજ્ઞાની કોઇચી ઇતાગાકીએ કરી હતી. ઇતાગાકીએ પોતાની આ શોધ વિશે નાસાને જણાવ્યું હતું, ત્યારબાદ તેને અમેરિકાની સ્પેસ એજન્સીએ હબ્બલ ટેલિસ્કોપની મદદથી આ સુપરનોવા પર નજર રાખવાની જરૂર કરી દીધી હતી. હાલમાં જ નાસાએ આ સુપરનોવા પર એક વર્ષ સુધી નજર રાખવાનો સ્લોમોશન વીડિયો જાહેર કર્યો છે. આ વીડિયોમાં તારામાં જોવા મળતા ફેરફાર અને એક જોરદાર વિસ્ફોટ જોવા મળી રહ્યો છે.

    આ પણ જુઓ, ભસતા કૂતરાઓની સામે બાળકે કર્યો જોરદાર ભાંગડા, વીડિયો થઈ ગયો વાયરલ

    સૂર્યથી 5 અબજ ગણી વધુ ચમક જોવા મળી

    NASAના જણાવ્યા મુજબ, આ વિસ્ફોટમાં સૂર્યથી 5 અબજ ગણી ચમક જોવા મળી છે. કહેવામાં આવે છે કે આ વિસ્ફોટ એટલા શક્તિશાળી હોય છે કે આકાશગંગાઓને અનેક પ્રકાશ વર્ષ સુધી ફેલાઈ શકે છે. બીજી તરફ તેમાંથી નીકળતો પ્રકાર એટલો તીવ્ર હોય છે કે પૃથ્વીથી અડધા બ્રહ્માંડ સુધીને જોઈ શકાય છે. નાસાએ જણાવ્યું કે સુપરનોવાનું અવલોકન કરવાથી રિસર્ચર્સને બ્રહ્માંડના ફેલાવાના દરને માપવામાં મદદ મળે છે. આ બ્રહ્માંડના ભૌતિક આધારોને સમજવા માટે પણ જરૂરી તત્વ છે.

    આ પણ વાંચો, Airtel ગ્રાહકો માટે સારા સમાચાર! 399 રૂપિયાના પ્લાનમાં 40GB ડેટાની સાથે મળશે આ ફાયદા

    તારાનો નાશ હોય છે સુપરનોવા

    જ્યારે અંતરિક્ષમાં કોઈ તારો તૂટવાથી જે ઉર્જા પેદા થાય છે તેને સુપરનોવા કહેવામાં આવે છે. સુપરનોવાનો ઉપયોગ આકાશગંગાઓ વચ્ચેનું અંતર માપવા માટે એક માપદંડ તરીકે કરવામાં આવે છે. તેનાથી એવું પણ જાણી શકાય છે કે એક આકાશગંગા બીજી આકાશગંગાથી કેટલી ઝડપથી દૂર જઈ રહી છે. આ કોઈ તારાનો અંતિમ સમય હોય છે. આપણી આકાશગંગામાં સુપરનોવા જોવું મુશ્કેલ છે કારણ કે તે મોટેભાગે ધૂળથી છુપાયેલું હોય છે. આ સુપરનોવાથી બહાર આવતી ઉર્જા એટલી વધારે હોય છે જેની સામે સૂર્યનો પ્રકાશ પણ ફીકો પડી જાય છે.
    Published by:Mrunal Bhojak
    First published: