ભાજપા અભિયાનનો નવો Video: ખેડૂતથી લઈ શિક્ષક, બધા કહે છે #MainBhiChowkidar

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સાજે પાંચ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં 500 જગ્યા પર #MainBhiChowkidar અભિયાન સાથે જોડાયેલા એવા લોકો સાથે વાતચીત કરશે જે આ અભિયાનનો હિસ્સો બન્યા છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સાજે પાંચ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં 500 જગ્યા પર #MainBhiChowkidar અભિયાન સાથે જોડાયેલા એવા લોકો સાથે વાતચીત કરશે જે આ અભિયાનનો હિસ્સો બન્યા છે

 • Share this:
  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હોળીના શુભ અવસર પર 25 લાખ જેટલા ચોકીદારો સાથે ઓડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી તેમની પડતી સમસ્યા અને સમાધાન વિષય પર ચર્ચા કરી, હવે મે ભી ચોકીદાર કેમ્પેઈન અંતર્ગત પ્રધાનમંત્રી મોદી 31 માર્ચે દેશમાં વિવિધ 500 જગ્યા પર વીડિયો કોન્ફરન્સ દ્વારા મે ભી ચોકીદાર કેમ્પેઈન અંતર્ગત વાતચીત કરશે. આ મુદ્દે ભાજપા દ્વારા નવો વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ખેડૂતથી લઈ શિક્ષક બધા કહી રહ્યા છે #MainBhiChowkidar.

  આ મુદ્દે માહિતી આપતા ભાજપા મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, ભાજપા દ્વારા ચલાવવામાં આવેલા આ અનોખા અભિયાનને સોશિયલ મીડિયા પર જબરદસ્ત સફળતા મળી છે. દેશના કેટલાએ યુવાનો આ અભિયાન સાથે જોડાયા છે. જેમાં પોલીટિકલ વર્કસ, એનડીએના કાર્યકર્તાઓ, સ્વચ્છતા કર્મચારી, વિદ્યાર્થીઓ, રિટાયર્ડ સૈનિકો, ફિલ્મી હસ્તીઓ, શિક્ષકો, ખેડૂતો જેવા કેટલાએ લોકો આ અભિયાન અંતર્ગત કહી રહ્યા છે કે, મે ભી ચોકીદાર હું. જેને ધ્યાનમાં લઈ પ્રધાનમંત્રી અગામી 31 માર્ચે સાંજે 5 કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં વિવિધ 500 જગ્યાઓ પર આ લોકો સાથે વાતચીત કરશે.  ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ જાણકારી આપવામાં આવી હતી કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 માર્ચે સાજે પાંચ કલાકે વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશમાં 500 જગ્યા પર #MainBhiChowkidar અભિયાન સાથે જોડાયેલા એવા લોકો સાથે વાતચીત કરશે જે આ અભિયાનનો હિસ્સો બન્યા છે.

  ચૂંટણી પૂર્વે પાર્ટીના આ અનોખા અભિયાનને મળેલી સફળતા પર ભાજપાએ ખુશી વ્યક્ત કરી છે. ભાજપાએ એક નિવેદનમાં કહ્યું છે કે, #MainBhiChowkidar અભિયાન સબકા સાથે સબકા વિકાસની અવધારણા પર અંત્યોદયની દિશામાં ઉઠાવેલુ એક મહત્વપૂર્ણ પગલું છે.

  ઉલ્લેખનીય છે કે, ભાજપાનું #MainBhiChowkidar અભિયાન પહેલા જ દિવસથી ટ્વીટરના ટોપ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનના સંગ અત્યાર સુધીમાં સોશિયલ મીડિયામાં કુલ 20 લાખથી વધારે લોકોએ #MainBhiChowkidar હૈસટેગનો પ્રયોગ કર્યો છે. તો આ બાજુ ભાજપાના તમામ મંત્રી, ધારાસભ્ય અને કાર્યકર્તાઓએ પોતાના ટ્વીટર હેંડલની આગળ Chowkidar જોડી દીધુ છે. જેમાં પીએમ મોદી સહિત પાર્ટીના અદ્યક્ષ અમિત શાહ પણ સામેલ છે.
  Published by:kiran mehta
  First published: