Home /News /national-international /પ્રથમ દીકરી જન્મતા પરિવાર થયો ઘણો ખુશ, દીકરીને હેલિકોપ્ટરમાં લઇને ઘરે લાવ્યા

પ્રથમ દીકરી જન્મતા પરિવાર થયો ઘણો ખુશ, દીકરીને હેલિકોપ્ટરમાં લઇને ઘરે લાવ્યા

ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે પૂણેના શેલગામમાં જારેકર પરિવાર દીકરીના જન્મથી ખુશ થઇને તેને હેલિકોપ્ટર દ્વારા ઘરે લઇને આવ્યા (તસવીર - એએનઆઈ)

girlchild in chopper - નવજાત બાળકીના પિતા વિશાલ જારેકરે જણાવ્યું કે અમારા આખા પરિવારમાં યુવતી ન હતી. જેથી દીકરીના જન્મ પછી તેના સ્વાગતને ખાસ બનાવવા માટે અમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી

પૂણે : એક જમાનો હતો જ્યારે દીકરીઓને (Daughter)ભાર ગણવામાં આવતો હતો. દીકરીના જન્મ સાથે જ પરિવાર દુ:ખી થઇ જતો હતો. જોકે હવે સમય બદલી ગયો છે. દીકરીઓ ભાર નહીં પણ માતા-પિતાની લાડલી છે અને દીકરીઓના જન્મ સમયે પણ ખુશીઓ મનાવવામાં આવે છે. મહારાષ્ટ્રના (Maharashtra)પૂણે જિલ્લામાં દીકરીના જન્મથી પરિવાર એવો ખુશ થયો કે તેમના સ્વાગત માટે ભવ્ય તૈયારી કરવામાં આવી અને હેલિકોપ્ટર (Helicopter)દ્વારા ઘરે લાવવામાં આવી હતી.

ન્યૂઝ એજન્સી એએનઆઈના મતે પૂણેના શેલગામમાં જારેકર પરિવાર દીકરીના જન્મથી ખુશ થઇને તેને હેલિકોપ્ટર દ્વારા ઘરે લઇને આવ્યા હતા. નવજાત બાળકીના પિતા વિશાલ જારેકરે જણાવ્યું કે અમારા આખા પરિવારમાં યુવતી ન હતી. જેથી દીકરીના જન્મ પછી તેના સ્વાગતને ખાસ બનાવવા માટે અમે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી અને તેને ઘરે લઇને આવ્યા હતા.

એએનઆઈ દ્વારા શેર કરવામાં આવેલા આ વીડિયોમાં જોવા મળે છે કે બાળકીને તેના પિતા હેલિકોપ્ટરમાં લઇને ગામમાં ઉતરે છે ત્યારે પરિવારના લોકોએ દીકરીનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

આ પણ વાંચો - રાજ્યસભામાં સતત સમેટાઇ રહી છે કોંગ્રેસ, 17 રાજ્યોમાં કોઇ સાંસદ નથી

આ હેલિકોપ્ટરની સવારી માટે પરિવારે 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો


આ હેલિકોપ્ટરની સવારી માટે પરિવારે 1 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. જોકે આ પ્રથમ વખત નથી જ્યારે કોઇ પરિવારે દીકરીના જન્મ પર આ અંદાજમાં ખુશી બનાવી હોય. આ પહેલા રાજસ્થાનના નાગૌરમાં પણ એક પરિવારે દીકરીના જન્મ પર આ પ્રકારની ઉજવણી કરી હતી. જ્યા ખેડૂત પરિવારે 35 વર્ષ પછી ઘરમાં દીકરી થવા પર પુત્રીને મામાના ઘરેથી હેલિકોપ્ટરમાં લાવ્યા હતા.



આટલું જ નહીં દીકરીના સ્વાગતમાં હેલિપેડથી લઇને ઘર સુધી ફૂલ પથરાવ્યા હતા. ખાસ વાત એ છે કે ખેડૂત પરિવાર પાક વેચીને આ આયોજન પર 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા.

આ પણ વાંચો - સુપ્રીમ કોર્ટે આર્ય સમાજમાં લગ્ન પરનો પ્રતિબંધ હટાવ્યો, હવે પહેલાની જેમ સરળતાથી લગ્ન કરી શકાશે

આ સિવાય ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં દીકરીના લગ્નને યાદગાર બનાવવા માટે એક ખેડૂતે હેલિકોપ્ટરથી દીકરીને સાસરિયામાં વિદાય કરી હતી. ખેડૂતનું સપનું હતું કે તેમની દીકરીના લગ્ન થશે તો તે હેલિકોપ્ટરથી વિદાય કરાવશે.
First published:

Tags: Helicopter, Maharashtra

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો