BJPનાં MLA ભાન ભૂલ્યા: ડેપ્યૂટી કલેક્ટરને જાહેરમાં ધમકી આપી

News18 Gujarati
Updated: December 18, 2018, 12:29 PM IST
BJPનાં MLA ભાન ભૂલ્યા: ડેપ્યૂટી કલેક્ટરને જાહેરમાં ધમકી આપી
બીજેપી એમએલએ (ડાબે) ફાઇલ તસવીર

એક વ્યક્તિએ લખ્યુ કે, લોકો પણ તમને તેમના મતનો પાવર દેખાડશે.” અન્ય એક વ્યક્તિએ ટ્વીટ કરતા લખ્યુ કે, આ રાજકારણીઓ એ ભૂલી જાય છે કે, લોકો મત આપે છે એટલે તેઓ જીતે છે અને પાવરમાં આવ્યા છે”.

  • Share this:
ઉત્તરપ્રદેશમાં આગ્રાનાં ભારતીય જનતા પાર્ટીનાં ધારાસભ્ય ડેપ્યુટી કલેક્ટરને ધમકી આપતા કેમેરામાં કેદ થયા હતા. આ ધારાસભ્ય સરકારી અધિકાર સામે રોફ જમાવતા હતા.

આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ફતેહપુર સિક્રીનાં ધારાસભ્ય ઉદભાન ચૌધરી, (70) સબ ડિવીઝન મેજીસ્ટ્રેટ ગરીમા સિંઘને મળવા માટે ગયા હતા. તેમની સાથે કેટલાક ખેડૂતો પણ હતા. ભાજપનાં આ ધારાસભ્યએ કહ્યું, શું તમને ખબર નથી કે હું ધારાસભ્ય છું ? શું મારા પાવરની ખબર નથી?”

આ પછી ખેડૂતોએ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ મુર્દાબાદનાં નારા લગાવ્યા હતા.

ધારાસભ્યએ એવો આરોપ લગાવ્યો હતો કે, ડેપ્યુટી કલેક્ટર ગરીમા સિંઘે ખેડૂતોની વાત સાંભળવાની ના પાડી દીધી હતી. ખેડૂતો ઇચ્છતા હતા કે, તેઓ બેંક અધિકારી સાથે વાત કરે.

જો કે, ધારાસભ્ય અધિકારીને ધમકાવતા હોય એ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને લોકોએ ધારાસભ્યને ટીકા કરી હતી.

એક વ્યક્તિએ લખ્યુ કે, લોકો પણ તમને તેમના મતનો પાવર દેખાડશે.”
અન્ય એક વ્યક્તિએ ટ્વીટ કરતા લખ્યુ કે, આ રાજકારણીઓ એ ભૂલી જાય છે કે, લોકો મત આપે છે એટલે તેઓ જીતે છે અને પાવરમાં આવ્યા છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે આગ્રામાં લોકોને ઉશ્કેરવા બદલ આ ધારાસભ્ય સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.

આ પણ વાંચોઃ  મમતાએ અમિત શાહની રેલીને મંજૂરી ના જ આપી: ભાજપ ‘ઉચ્ચ ન્યાયાલય’માં જશે 
Published by: Vijaysinh Parmar
First published: December 18, 2018, 12:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading