આ ડોક્ટરનો ડાન્સ જોઈ તમે 'ડાન્સિંગ અંકલ'ને ભૂલી જશો, Video વાયરલ

News18 Gujarati
Updated: August 20, 2019, 4:46 PM IST
આ ડોક્ટરનો ડાન્સ જોઈ તમે 'ડાન્સિંગ અંકલ'ને ભૂલી જશો, Video વાયરલ
તેમણે જણાવ્યું કે, મને તે દિવસ યાદ છે, જ્યારે મે પહેલી વખત 1981માં મેડિકલ કોલેજમાં ડાન્સ કર્યો હતો. હું 200થી વધારે કાર્યક્રમોમાં ડાન્સ પરફોર્મેન્સ આપી ચુક્યો છું

તેમણે જણાવ્યું કે, મને તે દિવસ યાદ છે, જ્યારે મે પહેલી વખત 1981માં મેડિકલ કોલેજમાં ડાન્સ કર્યો હતો. હું 200થી વધારે કાર્યક્રમોમાં ડાન્સ પરફોર્મેન્સ આપી ચુક્યો છું

  • Share this:
ઈન્ટરનેટએ કેટલાએ લોકોને પ્રખ્યાત કર્યા. તેમાં એક ડાંસિંગ અંકલ હતા. તેમનો એક વીડિયો સોશિયલ મીડિયા પર એટલો પ્રખ્યાત બન્યો કે તે રાતો રાત સુપર સ્ટાર બની ગયા હવે આજ ક્રમમાં ઈન્ટરનેટ પર એક નવા ડોક્ટર ફેમસ થઈ રહ્યા છે. આ છે ડાંસિંગ ડોક્ટર. આંધ્રપ્રદેશના વિસાખાપટ્ટનમ સ્થિત કિંગ જોર્જ હોસ્પિટલના ડર્મેટોલજી ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર જી, સૂર્યનારાયણએ એક ગીત પર એવો ડાંસ કર્યો કે, જોનારા લોકોએ ખુબ એન્જોય કરી રહ્યા છે. તે પ્રખ્યાત તેલુગૂ એક્ટર એ નાગેશ્વર રાવની ડાંસિંગ સ્ટાઈલને ફોલો કરતા દર્શકોની વાહવાહી લૂટી રહ્યા છે. હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસના સમારોહ પર આયોજિત કાર્યક્રમમાં ડોક્ટરે જ્યારે ડાન્સ કરી ત્યાં ધૂમ મચાવી દીધી. તેમનો આ વીડિયો હવે ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડીયાને આપેલા ઈન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે, હું ઘણા વર્ષથી ડાંસ કરી રહ્યો છું. ગત વર્ષે આંધ્ર મેડિકલ કોલેજ વિશાખાપટ્ટનમમાં સાથે અભ્યાસ કરી ચૂકેલા સાથીઓ હવે અમેરિકામાં રહે છે, તેમની સાથે મુલાકાત થઈ તો, તેમને મને ડાન્સ કરવાની ભલામણ કરી. લાસ વેગાસમાં કરેલા આ ડાન્સે અમને કોલેજના દિવસોની યાદ આપાવી દીધી.

પહેલી વખત 1981માં મેડિકલ કોલેજમાં ડાન્સ કર્યો
આગળ તેમણે જણાવ્યું કે, મને તે દિવસ યાદ છે, જ્યારે મે પહેલી વખત 1981માં મેડિકલ કોલેજમાં ડાન્સ કર્યો હતો. હું 200થી વધારે કાર્યક્રમોમાં ડાન્સ પરફોર્મેન્સ આપી ચુક્યો છું. 1996માં ચેન્નાઈમાં પરફોર્મેન્સ માટે મને સિલેક્ટ કરવામાં આવ્યો હતો. પરંતુ, એએનઆર તેને ન જોઈ શક્યા. કેમ કે, તેમને ફ્લાઈટ પકડવા માટે ઝડપી નીકળવાનું હતું. પરંતુ, હું ઘણી વખત એ નાગેશ્વર રાવને મળ્યો અને તે મારા ડાન્સથી ખુશ હતા. એએનઆઈની પ્રેમનગર અને પ્રેમાભિષેકમ મારી પસંદગીની ફિલ્મો છે. હું શરૂઆતના દિવસોથી તેમનો મોટો ફેન છું.
First published: August 20, 2019
વધુ વાંચો
अगली ख़बर