નવી દિલ્હી : કોરોના વાયરસના કારણે આખું વિશ્વ હલબલી ગયું છે. ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરે ખૂબ તારાજી સર્જી છે. વર્તમાન સમયે દેશમાં નિયમોનું પાલન અને રસીકરણ જ આશાનું કિરણ બની ગયું છે. લોકોને રસી પ્રત્યે ખૂબ અપેક્ષાઓ છે. દરમિયાન જે લોકો રસી લે છે, તેઓ સોશ્યલ મીડિયા પર ખૂબ ખુશ થઈને સેલ્ફી અથવા તો ફોટા શેર કરતા હોય છે. પરંતુ તાજેતરમાં કેનેડાના એક શીખ યુવાન દ્વારા રસી લીધા બાદ અનોખી ઉજવણી કરી હોવાનું સામે આવ્યું છે.
આમ પણ ઉજવણી કરવા મામલે પંજાબીઓના તોલે કોઈ આવી શકે નહીં. કેનેડાના ભાંગડા આર્ટિસ્ટ ગુરદીપ પંધેરે રસી લીધા બાદ કેનેડાના ફ્રોઝન તળાવમાં ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. આમ તો લોકો બરફમાં ચાલવાનો આનંદ માણતા હોય છે, પરંતુ ગુરદીપે બરફમાં ભાંગડા કરી ઉજવણી કરી હતી.
આ ભાંગડાનો વિડીયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. જેને 7 લાખ વ્યૂવ મળ્યા છે. બ દિવસમાં જ વિડીયોને 28 હજાર લાઈક અને હજારો રીટ્વિટ મળી છે. લોકોને આ વિડીયો ખૂબ ગમ્યો છે.
ભાંગડા કરીને તેણે રસીનો બીજા ડોઝ લીધો હોવાની માહિતી આપી હતી. તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, આનંદ, આશા અને સકારાત્મકતા માટે પ્રકૃતિની ગોદમાં થીજી ગયેલા તળાવ પર પંજાબી ભાંગડા કરવા ગયો હતો. આ ભાવના હું કેનેડા સહિત દરેક સ્થળે પહોંચાડવા માંગુ છું.
આ વિડીયોમાં અનેક લોકોએ પ્રતિક્રિયા આપી હતી. લોકોએ તેને કોરોના રસીનો બીજો ડોઝ લેવા બદલ શુભેચ્છા આપી હતી. અત્યારના ભયંકર સમયગાળામાં ખુશહાલી શેર કરવા બદલ આભાર પણ માન્યો હતો.
Today, I received my second dose of the Covid-19 vaccine. Then I went to a frozen lake in the lap of pure nature to dance Punjabi Bhangra on it for joy, hope and positivity, which I'm dispatching to Canada and beyond for everyone's good health.
YouTube: https://t.co/xGalq3TbEHpic.twitter.com/GvivlIk5KY
— Gurdeep Pandher of Yukon (@GurdeepPandher) April 7, 2021
એક યુઝરે લખ્યું હતું કે, આનાથી મને ખૂબ આનંદ થયો. જ્યારે અન્ય એક યુઝર વિડીયોમાં રહેલા આનંદ અને હૂંફમાં ડૂબી ગયો. એક વ્યક્તિએ ટ્વીટ કર્યું કે, ખુશહાલીની આ સુંદર અભિવ્યક્તિ બદલ આભાર, રસીના બીજા ડોઝ બાદ મેં આ અનુભવ્યું છે. તમે ખૂબ સારા છો.
ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુરદીપે કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો, ત્યારે આ પ્રકારનો વિડીયો શેર કર્યો હતો. 3 એપ્રિલે શેર કરેલો આ વિડીયો 30 લાખ વખત જોવાયો હતો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર