વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી વખત નોટબંધી વિશે તેમનો અભિપ્રાય આપ્યો છે. એએનઆઇ ન્યુઝ એજન્સીને આપેલા ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યુ કે, નોટબંધી એ કોઇ ઝટકો નહોતો પણ એક વર્ષ પહેલા જ મેં કાળુ નાણુ રાખનારા લોકોને ચેતવણી આપી હતી. પણ કાળુ નાણુ રાખનારા માણસો એમ જ વિચારતા હતા કે મોદી પણ બીજા લોકોની જેમ જ વર્તન કરશે. આથી, બહુ ઓછા લોકોએ મારી ચેતવણીને ગંભીરતાથી લીધી અને સામેથી કાળુ નાણું જાહેર કર્યું.”
નરેન્દ્ર મોદીએ નવેમ્બર 8, 2016નાં રોજ અચાનક નોટબંધી જાહેર કરી હતી અને સમગ્ર દેશને અચંબામાં મુકી દીધો હતો.
આ દરમિયાન, સોમવારે, નરેન્દ્ર મોદી સરકારે લોકસભામાં સ્વીકાર્યુ કે, નોટબંધીની દેશનાં લોકો પર શું અસર થઇ તેના વિશે કોઇ અભ્યાસ કરવામાં આવ્યો નથી. ખાસ કરીને, નોટબંધી અને જીએસટીની અસર સંગઠિત અને બિનસંગઠિત ક્ષેત્રોનાં લોકો પર લેવા અસર થઇ તેનો કોઇ અભ્યાસ સરકાર પાસે નથી.
નોટબંધીનાં બે વર્ષ થયા ત્યારે નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું હતું કે, નોટબંધીને કારણે ટેકસ ભરનારા લોકોની સંખ્યા વધી છે. ટેક્સ કલેક્શન વધ્યુ છે. ટબંધીનો મુખ્ય ઉદેશ્ય લોકો પાસે રહેલી રોકડ જપ્ત કરવાનો ઇરાદો નહોતો અને અર્થતંત્રને ફોર્મલ કરવાનો ઇરાદો હતો."
જો કે, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘે નરેન્દ્ર મોદી સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મોદી સરકાર યોજનાઓની નકલ કરવામાં ઉસ્તાદ છે અને કોંગ્રેસ સરકારની તમામ યોજનાઓની મોદી સરકારે નકલ કરી છે’
તેમણે કહ્યું હતું કે, કોંગ્રેસે હંમેશા આ દેશમાં વિવિધતામાં એક્તા સુત્રને સાર્થક કર્યુ છે અને દેશનાં સામાન્ય માણસોનાં ઉત્થાન માટે કામ કર્યુ છે. ભાજપ સતત કોગ્રેસ પર આક્ષેપ કરતા પુછે છે કે, કોંગ્રેસે તેના સમયમાં શું કામ કર્યુ ? મનમોહન સિંઘે ભાજપને જવાબ આપ્યો હતો. અને કહ્યું કે, 2004થી લઇ 2014 સુંધીમાં આ દેશમાં લોકોની આઠ ટકા આવક વધી. 140 મિલીયન લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા અને અમે પાંચ લાખ ગામડાઓમાં વીજળી પહોંચાડી.”